રામ મંદિર ભૂમિ પૂજન અટકાવવાની માગ, અલાહાબાદ હાઇ કૉર્ટમાં કરાઈ અરજી

0
0

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઑગસ્ટના પ્રસ્તાવિત ભૂમિ પૂજનને અટકાવવાની માગને લઈને ગુરુવારે અલાહાબાદ હાઇ કૉર્ટમાં અરજી આપવામાં આવી છે. દિલ્હીના સાકેત ગોખલેએ અલાહાબાદ હાઇ કૉર્ટના ચીફ જસ્ટિસને લેટર PIL મોકલી છે.

PILમાં કહેવામાં આવ્યું છે કે ભૂમિ પૂજન કોવિડ-19ના અનલૉક-2ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે. ભૂમિ પૂજનમાં ત્રણસો લોકો એકઠા થશે જે નિયમો વિરુદ્ધ હશે.લેટર પિટીશન દ્વારા ભૂમિ પૂજનના કાર્યક્રમને થોભાવવાની માગ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમ થવાને કારણે કોરોનાનાન સંક્રમણ ફેલાવાનું જોખમ વધશે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે યૂપી સરકાર કેન્દ્રની ગાઇડલાઇનમાં છૂટ આપી શકે નહીં.

ચીફ જસ્ટિસને લેટર પિટીશનનો PIL તરીકે સ્વીકાર કરતાં સુનાવણી કરીને કાર્યક્રમ થોભાવવાની માગ કરવામાં આવી છે. સાકેત ગોખલેએ ઘણાં વિદેશી છાપાંઓમાં કામ કર્યું છે અને કે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે.જો કે, લેટર પિટીશનને હજી સુધી ચીફ જસ્ટિસે સુનાવણી માટે સ્વીકાર કર્યો નથી. પિટીશનમાં રામ મંદિર ટ્રસ્ટ સાતે જ કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here