સાબરકાંઠા : જૈન સાધુઓ સામે થયેલ પોલીસ ફરિયાદ મામલે જૈન સમાજ દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ.

0
59
ઇડર પાવપુરી મંદિરના જૈન સાધુઓ સામે થયેલ પોલીસ ફરિયાદ મામલે જૈન સમાજ દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી તે સાથે જ બંને સાધુઓના સાધુવેશ ઉતારી સંસારી કપડા પહેરાવી જેલમાં મોકલવા માંગ કરવામાં આવી હતી.
જેને લઇ સમગ્ર સાબરકાંઠા જૈન સમાજ ના અગ્રણીઓ જીલ્લા કલેકટર આવી પહોંચ્યા હતા અને તંત્રને લેખિત જાણ કરવામાં આવી હતી. બન્ને જૈન સાધુઓ સામેની દુષ્કર્મની ફરિયાદમા  વિડિયો ક્લિપમા દેખાતી પરિણીતાના નિવેદનથી નવો વળાંક બાદ જૈન સમજમા રોષ જોવા મળ્યો હતો. જૈન સમાજના અગ્રણીઓ,મહિલાઓ મોટી સંખ્યામા ફરિયાદીના સમર્થનમા આવ્યા.
બાઈટ  
ઇડર નાયબ કલેકટર તેમજ ડી.વાય. એસ.પી અને પી.આઇને આવેદન પત્ર આપી સાધુઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરતા આજે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ધર્મ વિરોધ કૃત્ય કરનાર બંને સાધુ મહારાજ વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માંગ કરાઇ હતી. સમગ્ર જૈન સમાજ ફરિયાદીની તરફેણમા આવી બંને સાધુ મહારાજની ઊપર સખત કાર્યવાહી થાય તે માટે સમગ્ર જૈન સમાજ ની માંગ ઉઠી હતી
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા