Thursday, August 5, 2021
No menu items!
Homeડેમોક્રેટ સાંસદ કમલા હેરિસ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી નહીં લડે
Array

ડેમોક્રેટ સાંસદ કમલા હેરિસ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી નહીં લડે

એજન્સી, વોશિંગ્ટન

ભારતીય મૂળના અમેરિકાના ડેમોક્રેટ સાંસદ કમલા હેરિસે 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. 55 વર્ષીય કમલા હેરિસે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી પ્રચાર બંધ કરી રહ્યા છે.

મંગળવારે તેમણે જણાવ્યું હતું કે, હું દુ:ખ સાથે જણાવવા માગું છું કે મે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની યોજના રદ કરી દીધી છે. ચૂંટણી લડવા માટે ઘણા નાણાંની જરૂર હતી. હું અબજોપતિ નથી. ભલે હું રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની નથી પરંતુ લોકોને ન્યાય અપાવવાની લડત હંમેશા લડતી રહેશે.

કલમા હેરિસે આગામી વર્ષે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી ત્યારે પ્રચાર અભિયાન શરૂ કરતા પહેલા જ તેમને રાષ્ટ્રપતિ પદના ફ્રન્ટ રનર તરીકે જોવામાં આવતા હતા. હેરિસે ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં સમર્થકોની વચ્ચે ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. હેલ્થકેર જેવા મુદ્દા પર સ્પષ્ટ દ્રષ્ટિના અભાવને કારણે તેમને ટિકાનો સામનો કરવો પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments