Wednesday, September 28, 2022
Homeગુજરાતનર્મદામાં આશ્રમશાળાના કર્મચારીઓનું ધારણા પ્રદર્શન

નર્મદામાં આશ્રમશાળાના કર્મચારીઓનું ધારણા પ્રદર્શન

- Advertisement -

નર્મદા જિલ્લામાં કેટલાક વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આંદોલન કરી પોતાની પડતર માંગણીઓ સ્વીકારવા સરકારને રજુઆત કરી રહ્યા છે. નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારીઓનું આંદોલન હજુ ચાલુજ છે. નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રમુખ રાજેશકુમાર ભટ્ટ અને મહામંત્રી ગીરીરાજસિંહ ગોહિલ સહિત આગેવાનોને નેતૃત્વમાં આંદોલન કરી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરી રહ્યા છે. તેમનું આંદોલન હજુ યથાવત છે. અગાઉ 19મી સપ્ટેમ્બરના માસ સીએલ પર ઉતર્યા હતાં. જ્યારે 22મી સપ્ટેમ્બરે વડીયા ગાંધી ચોક ખાતે ધરણા કરી ભરૂચ નર્મદાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને ધરણા કાર્યક્રમ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગણીઓનો સરકાર સ્વીકાર કરે નહીતો આગામી દિવસોમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો તેવી ચીમકી પણ આપી રહ્યા છે.

આ બાબતે નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રમુખ રાજેશકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, અમારી વર્ષોથી કેટલીક માંગણીઓને લઈને સરકારને સતત રજૂઆતો કરતા આવ્યા છે. જેમાં 4200 ગ્રેડ પે, જૂની પેન્શન યોજના, સળંગ નોકરી, કર્મચારીઓ ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ પામે તો મહત્તમ મૃત્યુ સહાય આપવામાં આ માંગોને લઈને અમે સરકારમાં અજુઆતો કરી છે. રાજ્ય સંઘના નેતૃત્વમાં અમે અગાઉ નર્મદા જિલ્લા આશ્રમ શાળા શિક્ષકો અને કર્મચારી યુનિયન દ્વારા રેલીમાં માસ સીએલ અને કાળી પટ્ટી ધારણ કરીને વિવિધ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો.

આજે ધરણા પ્રદર્શન કરી આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. આજે સ્કૂલો ચાલુ હોય બધા શિક્ષકો નથી આવ્યા પરંતુ મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યાં હતાં. જોકે હજુ જો અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો રાજ્ય સંઘ આદેશ અનુસાર ઉગ્ર વિરોધ નોંધાવી શું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular