Monday, October 18, 2021
Homeસુરત : કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં ચોક બજાર ખાતે...
Array

સુરત : કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં ચોક બજાર ખાતે કોંગ્રેસના ધરણા પ્રદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ત્રણ કૃષિ બિલ પસાર કરવામાં આવ્યાં છે. આ બિલનો વિરોધ ઘણા રાજ્યોમાં ખેડૂતો કરી રહ્યાં છે. ત્યારે શહેરમાં કોંગ્રેસ દ્વારા પણ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ અને ઉપવાસ કાર્યક્રમ યોજી આ કૃષિ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ દ્વારા આ કૃષિ બીલને કળા કાયદા રૂપ ગણાવી છે. મહાનગર પાલિકામાં વિરોધ પક્ષના નેતા પપ્પન તોગડીયાએ કહ્યું છે કે, આ ત્રણ બિલથી જગતનો તાત ખેડૂત દુઃખી છે. જેથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.સરકારે બિલ પરત લેવા માંગ કરવામાં આવી છે.

ઉપવાસ કાર્યક્રમ યોજાયો

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ બિલનો વિરોધ હવે સુરતમાં પણ થયો છે સુરતના ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત થયા હતા અને ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી સત્યાગ્રહ અને ઉપવાસ કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો.

સરકારે બિલ પરત ખેંચવા જોઈએ

વિરોધ પક્ષના નેતા પપ્પનભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે આ ત્રણ બીલ કાળા કાયદા રૂપ છે ભાજપ સરકાર જગતના તાત દુખી હોય અને આ પ્રકારના કાળા કાયદા લાવી રહી છે જેના વિરોધમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ સરકાર આ કાળો કાયદો પાછો ખેચે તેવી માંગ કરી રહ્યા છે વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સામે સુત્રોચાર પણ કર્યા હતા તેમજ વિવિધ બેનરોમાં વિવિધ લખાણો સાથે વિરોધ નોંધાવ્યો હતો

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments