કોરોના વર્લ્ડ : મિશિગનમાં લોકડાઉનના વિરોધમાં હથિયાર સાથે પ્રદર્શન, ખાડી દેશોમાં સાઉદી અરબ- કતાર સૌથી વધારે પ્રભાવિત

0
14

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 33 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. 2 લાખ 34 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 10.43 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

અમેરિકામાં લોકડાઉનના વિરોધમાં લોકોનો વિરોધ વધી રહ્યો છે. મિશિગનની રાજધાની લાંસિંગમાં લોકોએ લોકડાઉનના વિરોધમાં ગુરુવારે પ્રદર્શન કહ્યું હતું. પ્રદર્શન કરનાર અમુક લોકો સાથે હથિયાર પણ હતા. વિરોધ કરનાર ગવર્નર ગ્રેચેન વ્હિટમરના લોકડાઉનના આદેશનો વિરોધ કરી રહ્યા હતા. અહીં 23 માર્ચથી લોકડાઉન છે.

ખાડી દેશોમાં સાઉદી અરબ અને કતાર સૌથી વધારે પ્રભાવિત

ખાડી દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ દેશોમાં સાઉદી અરબ અને કતારમાં સંક્રમણની સૌથી વધારે અસર છે. આ બન્ને દેશમાં ગુરુવારે બહાર પડાયેલા આંકડા મુજબ સાઉદી અરબમાં અત્યાર સુધીમાં 22 હજાર 753 કેસ નોંધાયા છે અને 162 લોકોના મોત થયા છે. જ્યારે કતારમાં પોઝિટિવ કેસ 13 હજાર 400 નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. ખાડીના અન્ય દેશોમાં સંયુક્ત અમીરાતમાં 12 હજાર 400 કેસ નોંધાયા છે અને 105 લોકોના મોત થયા છે. કુવૈતમાં ચાર હજાર લોકો સંક્રમિત છે જ્યારે 26 લોકોના મોત થયા છે. બહેરીનમાં કોરોના સંક્રમિત ત્રણ હજાર છે અને 8 લોકોના મોત થયા છે. ઓમાનમાં 2300 લોકો સંક્રમિત છે અને 11 લોકોના મોત થયા છે.

ટ્રમ્પે કહ્યું- કોરોના વાઈરસના નુકસાનની ભરપાઈ માટે અમેરિકા ચીન ઉપર નવો ટેક્સ લગાવશે

અમેરિકામાં 10 લાખ 95 હજાર 210 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 63 હજાર 861 લોકોએ જીવ ગુમાવ્યા છે.છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 29 હજાર 625 કેસ નોંધાયા છે, જ્યારે 2035 લોકોના મોત થયા છે.  વ્હાઈટ હાઉસમાં મીડિયા બ્રીફિંગમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાઈરસના નુકસાનની ભરપાઈ માટે અમેરિકા ચીન ઉપર નવો ટેક્સ લગાવશે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકરનો રિપોર્ટ પોઝિટિવ

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસર કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ટ્વિટ કરીને તેઓએ આ વાતની પુષ્ટી કરી છે.   તેઓ 24 એપ્રિલે પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મળ્યા હતા.પાકિસ્તાનમાં 16 હજાર 817 કેસ નોંધાયા છે અને 385 લોકોના મોત થયા છે.

રશિયાના પીએમ મિખાઈલનો રિપોર્ટ પોઝિટિવ

રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ગુરુવારે રાત્રે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મિખાઈલે કહ્યું હતું કે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે હું સેલ્ફ આઈસોલેશનમાં જાઉં છું. એ ખૂબ જરૂરી છે કે મારા સાથીદારો સુરક્ષિત અને સ્વસ્થ રહે. રશિયામાં કોરોનાના 1 લાખ છ હજારથી વધારે કેસ નોંધાયા છે, જ્યારે એક હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મિખાઈલ ઝડપથી સાજા થાય તેવી શુભકામના પાઠવી છે.

આજે કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 10,95,210 63,861
સ્પેન 239,639 24,543
ઈટાલી 205,463 27,967
બ્રિટન 171,253 26,771
ફ્રાન્સ 167,178 24,376
જર્મની 163,009 6,623
તુર્કી 120,204 3,174
રશિયા 106,498 1,073
ઈરાન 94,640 6,028
બ્રાઝીલ 87,187 6,006
ચીન 82,874 4,633
કેનેડા 53,236 3,184
બેલ્જિયમ 48,519 7,594
નેધરલેન્ડ 39,316 4,795
પેરુ 36,976 1,051
ભારત 34,863 1,154
સ્વિત્ઝરલેન્ડ 29,586 1,737
પોર્ટુગલ 25,045 989
સાઉદી અરબ 22,753 162
સ્વીડન 21,092 2,586
આયર્લેન્ડ 20,612 1,232
મેક્સિકો 19,224 1,859
પાકિસ્તાન 16,817 385
સિંગોપોર 16,169 15

 

અપડેટ્સ

  • ચીનમાં કોરોના વાઈરસના 12 નવા કેસ નોંધાયા છે. જેમાં છ કેસ વિદેશમાંથી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here