અમદાવાદ : સિવિલના ડોક્ટરો અને નર્સ સહિત 60ને ડેન્ગ્યુ,

0
39

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફના 60 સભ્યોને ડેન્ગ્યુ થયો છે. સોમવારે એક જ દિવસમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા હતા. મ્યુનિ.ના હેલ્થ વિભાગે અગાઉ સિવિલ હોસ્પિટલને 3 વખત નોટિસ આપી મચ્છરોના પોરાનો નાશ કરવાની સૂચના આપી હતી. બીજી તરફ શહેરના ઘાટલોડિયા, ગોતા, વટવા, લાંભા, ઇસનપુરમાં મચ્છરોની ડેન્સીટી અત્યંત વધુ આવી છે. શહેરના અન્ય વિસ્તારમાં કોઈ એક ચોક્કસ સમયે 10×10ના રૂમમાં 1થી 3 મચ્છરના હાજરી છે જ્યારે ઈનસપુર લોટસ સ્કૂલ પાછળના વિસ્તારમાં મચ્છરની ડેન્સીટી 4.8 જોવા મળી છે. એ જ રીતે લાંભામાં આ પ્રમાણ 3.1નું છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તાજેતરમાં જ મ્યુનિ.એ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મચ્છરો મળી આવતા તેને દંડ કરાયો હતો. 22 સપ્ટેમ્બરે સિવિલમાં મચ્છરોની ડેન્સીટી 5.25 અને ડેન્ગ્યુના મચ્છરોની ડેન્સીટી પણ 1 હતી.

ઘાટલોડિયા, અમરાઇવાડી, લાંભામાં મચ્છરની વધુ સંખ્યા
શહેરના ઘાટલોડિયા, ગોતા, અમરાઇવાડી, લાંભા, ઇન્દ્રપુરી, વટવા, સહિત અન્ય વિસ્તારમાં મચ્છરોની ડેન્સીટી ખૂબ જ વધુ જોવા મળી છે. ચાલુ મહિને કરાયેલા સરવેમાં આ ચોંકાવનારા આંકડા બહાર આવતા મ્યુનિ. ગંભીરતાથી કામગીરી કરી રહી છે.

મચ્છરો મળતાં 9 સાઇટ સીલ, 91 સાઇટને 8 લાખનો દંડ
મચ્છરો સામેના અભિયાન અંતર્ગત મ્યુનિ.એ સોમવારે 812 સાઇટ, પાર્ટીપ્લોટની તપાસ કરી 230 સાઇટને નોટિસ આપી હતી. મચ્છરોના બ્રીડિંગ મળતા સીલ કરાયેલી સાઇટોમાં વીઆઇપી પીઝા સેન્ટર, વસ્ત્રાલ, વીડિયોકોન એરીઝોના કોમર્શિયલ, સ્ટેિડયમ, વૂડ ક્રાફ્ટ ઇન્ડિયા સરખેજ, સ્ટાર લાઇન, મારુતિ સુઝુકી વર્કશોપ સરદારનગર, ક્રેટા વોટર બોટલ પ્લાન્ટ કુબેરનગર, ઇન્ગરસોલ રેન્ડ ઇન્ડિયા કંપની નરોડાનો સમાવેશ થાય છે.

કેમિકલયુક્ત પાણી છોડતાં 6નાં ડ્રેનેજ કનેક્શન કપાયાં
લાંભામાં ડ્રેનેજમાં જ કેમિકલયુક્ત પાણી છોડતા 6 યુનિટોના મ્યુનિ.એ ડ્રેનેજ કનેક્શન કાપી નાંખ્યા છે. અખાદ્ય લાઈસન્સ નહીં ધરાવતા 9 યુનિટોને પણ મ્યુનિ.એ સીલ કર્યા છે. શાહવાડી – લાંભાના કેટલાક યુનિટો ડ્રેનેજ લાઇનમાં જ કેમિકલયુક્ત પાણી છોડતા હોવાથી મોતીપુરા ડ્રેનેજ સ્ટેશનમાં આવેલા પંપિંગ સ્ટેશનની મશીનરી વારંવાર ખરાબ થઇ રહી છે.

આ એકમની ડ્રેનેજલાઈન કપાઈ
શ્રી જગદંબા ટેક્સટાઈલ
આરવી ડેનિમ
શ્રી મારુતિનંદન વે-બ્રિજ
સિન્હાલ બ્રધર્સ
શિવાય ટેક્સટાઈલ
મોતીપુરા ચાર રસ્તા પાસેનું ગોડાઉન

આ એકમો સીલ કરાયા
પ્રકાશ કેમિકલ્સ
કેમિકોન
ઇસ્ટમેન ઇન્ડસ્ટ્રીઝ
એ.બી. બ્રધર્સ
મુકેશ ભરવાડનું ગોડાઉન
ગેલેક્સી કેમ ઇન્ડસ્ટ્રીઝ
ક્રિશ્ના ટ્રેડિંગ કંપની
પવન ડાઇકેમ
સાઇનોસોર બાયોટેક

સૌથી વધુ ઉપદ્રવ ઈસનપુરમાં
લોટસ સ્કૂલ પાછળ, ઇસનપુર-4.8
ઈન્દિરાનગર, લાંભા-3.1
ખુશીની ચાલી, અમરાઇવાડી-2.2
કુતુબનગર, વટવા-1.6

નોંધ : 10×10ના એક રૂમમાં જે-તે સમયે મચ્છરની જેટલી સંખ્યા મળી આવે તેને મચ્છરની ડેન્સીટી કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here