Thursday, August 5, 2021
Homeવડોદરા : 100થી વધુ રોકાણકારો સાથે 25 કરોડની છેતરપિંડી કરનાર સંચાલકના પુત્રના...
Array

વડોદરા : 100થી વધુ રોકાણકારો સાથે 25 કરોડની છેતરપિંડી કરનાર સંચાલકના પુત્રના આગોતરા જામીન નામંજૂર

વડોદરા શહેરમાં ઊંચુ વળતર આપવાની લાલચ આપીને 100થી વધુ રોકાણકારોના 25 કરોડથી વધુ રકમનું ઉઠમણું કરનાર સંચાલકના પુત્રની આગોતરા જામીન માંગતી અરજી વડોદરા કોર્ટે નામંજૂર કરી છે.

વડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર આવેલ પિતામ્બર ટાઉનશીપમાં રહેતા પ્રફુલભાઇ કાનજીભાઇ બ્રહ્મભટ્ટ, તેમનો દીકરો જીગર અને પત્ની સુધાબેન તેમજ વાઘોડિયા રોડ પર વિશ્રાંતી બંગલોઝમાં રહેતા સચિન અશોકભાઇ શાહ સામે ઊંચુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને કરોડો રૂપિયા રોકાણ કરાવીને ગ્રાહકોને નાણાં પરત નહીં આપીને ઉચાપત કરીને છેતરપિંડી કરતા હોવાની પોલીસ ફરીયાદ થઇ હતી. RBI દ્વારા બેંકનું લાયસન્સ આપવામાં આવ્યુ હોવાનો બોગસ દસ્તાવેજ ઉભો કરીને રોકાણકારોને બાલાજી વેફર્સનો લોગો છપાવી પ્રોમીશરી નોટ લખી આપીને રોકાણકારોની પાસેથી 2011થી આ ટોળકી નાણાં ઉઘરાવતી હતી.

પાણીગેટ વિસ્તારમાં હરીશ પેટ્રોલપંપની બાજુમાં ન્યૂ હેવન એન્કલેવ ખાતે જે.બી.એકાઉન્ટીંગ, જે.બી.કન્સ્લટન્સી, જીગર ટ્રેડીંગ, તુષાર ટ્રેડર્સ, જે.બી.પ્રોફેશનલ, પી.કે.સેલ્સ એજન્સી, એસ.બી.એન્ટરપ્રાઇઝ નામની જુદી-જુદી ફર્મ બનાવીને રોકાણકારોને લલચાવતા હતા. 2018 ડીસેમ્બર સુધી 100થી વધુ લોકો પાસેથી 25 કરોડથી વધુ નાણાંનું રોકાણ કરાવ્યુ હતુ.

અદાલતે નોંધ્યું હતું કે, જીગર બ્રહ્મભટ્ટએ બાલાજી વેફર્સના લોગો વાળા લેટરપેડ ઉપર હિસાબો લખી સહી સિક્કા કરી આપ્યા હોવાનું જણાઈ આવે છે. જીગર ટ્રેડિંગ કંપનીના માલિકના નામમાં જીગર બ્રહ્મભટ્ટનું નામ દર્શાવતું ગુમાસ્તાધારાનું લાયસન્સ છે તેમજ બેંક ખાતાઓની નાણાકીય લેવડદેવડ અંગે તપાસના કામે તપાસ અધિકારીને આરોપીની પૂછપરછ જરૂરી છે. તપાસ અધિકારીએ સોગંદનામા જણાવ્યા અનુસાર અરજદાર આરોપી તથા તેના માતા-પિતાએ જુદી-જુદી ઓફિસ ખોલી રૂપીયા 10.89 કરોડની છેતરપિંડી આચરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments