Thursday, October 21, 2021
Homeગાઢ ધુમ્મસને લીધે દર વર્ષે 10 હજાર મૃત્યુ નીપજે છે, સૌથી વધારે...
Array

ગાઢ ધુમ્મસને લીધે દર વર્ષે 10 હજાર મૃત્યુ નીપજે છે, સૌથી વધારે UP-બિહારના લોકો જીવ ગુમાવે છે

દિલ્હીના પાલમમાં સોમવારે ઝીરો-મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી, એટલે કે ધુમ્મસ એટલુંબધું હતું કે નજીક ઊભી રહેલી વ્યક્તિનો ચહેરો પણ જોઈ શકાય એમ ન હતો. આ ઉપરાંત સફદરજંગમાં 200 મીટરની વિઝિબિલિટી નોંધાઈ, એટલે કે 200 મીટર સુધી જ સ્પષ્ટ જોઈ શકાતું હતું. સામાન્ય રીતે 10 કિમીની વિઝિબિલિટી સારી માનવામાં આવે છે. પ્રદૂષણ અને ઠંડીની સીઝનને લીધે વિઝિબિલિટી ઓછી હોય છે.

સૌથી પહેલા વાત વિઝિબિલિટી શું હોય છે?

વિઝિબિલિટીને સરળ શબ્દોમાં કહીએ તો તમે કેટલા દૂર અંતર સુધી જોઈ શકો છો. જોકે એની વૈજ્ઞાનિક વ્યાખ્યા પણ છે, જે હવામાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વિઝિબિલિટી એને કહેવામાં આવે છે કે દિવસના સમયમાં કોઈ વ્યક્તિ ખુલ્લી આંખોથી કેટલા દૂરના અંતર સુધી ડાર્ક ઓબ્જેક્ટને જોઈ શકે છે. એવી જ રીતે રાત્રિના સમયમાં કોઈ વ્યક્તિ ખુલ્લી આંખોથી કેટલા દૂરના અંતર સુધી લાઈટ ઓબ્જેક્ટને જોઈ શકાય છે.

વિઝિબિલિટી માપવાની એક ખાસ પદ્ધતિ છે

નિષ્ણાતોના મતે વિઝિબિલિટી કેટલી છે, એને માપવા માટે એક ખાસ પ્રકારનું ઈન્સ્ટ્રુમેન્ટ છે. હવામાન વિભાગ દૃષ્ટિ નામના ડિવાઈસનો ઉપયોગ કરે છે. એને એરપોર્ટ પર લગાવવામાં આવે છે. એના મારફત હોરિઝેન્ટલ વિઝિબિલિટી માપવામાં આવે છે, એટલે કે સામેની તરફથી માલૂમ થાય છે કે કેટલા અંતર સુધી જોઈ શકાય છે.

હવે આ વિઝિબિલિટી ડિરેક્શનની દૃષ્ટિએ પણ અલગ-અલગ હોઈ શકે છે, એટલે કે એવું બની શકે છે કે તમે પૂર્વ દિશા બાજુ લાંબા અંતર સુધી જોઈ શકો છો, પણ પશ્ચિમ તરફ વિઝિબિલિટી વધારે અંતર સુધી ન હોય.

હવે કેટલી ખતરનાક છે લો વિઝિબિલિટી?

ઉત્તરપ્રદેશના સંભલમાં ગાઢ ધુમ્મસને લીધે ડિસેમ્બરમાં એક રોડવેઝ બસ અને ગેસ ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. પહેલી જાન્યુઆરીના રોજ પશ્ચિમી ઉત્તરપ્રદેશના બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર 20થી વધારે ગાડીઓ અથડાઈ હતી. રાહતની વાત હતી તેમાં કોઈનો જીવ ગયો નથી.

આ તમામ એવા અકસ્માતના ઉદાહરણ છે કે જે ગાઢ ધુમ્મસ અથવા લો વિઝિબિલિટીને લીધે અકસ્માત સર્જાયા હતા. આપણા દેશમાં પ્રત્યેક વર્ષ આ પ્રકારના હજારોની સંખ્યામાં અકસ્માતો સર્જાય છે, જેમાં હજારો લોકો જીવ ગુમાવે છે. દુઃખદ વાત એ છે કે આ પ્રકારના આંકડા સતત વધી રહ્યા છે.

માર્ગ બાબતોના મંત્રાલયના મતે વર્ષ 2019માં લો વિઝિબિલિટીને લીધે દેશમાં 33 હજાર 602 માર્ગ અકસ્માત સર્જાયા હતા, જેમાં 13 હજાર 405 લોકોના જીવ ગયા હતા. જ્યારે વર્ષ 2018માં 28 હજાર 26 અકસ્માતમાં 11 હજાર 841 લોકોએ જીવ ગુમાવ્યા હતા, એટલે કે એક વર્ષમાં માર્ગ દુર્ઘટનામાં અનુક્રમે 20 ટકા અને 14 ટકાનો વધારો થયો છે.

સૌથી વધારે મૃત્યુ UPમાં, બિહાર બીજા સ્થાન પર

ઉત્તર ભારતમાં પ્રત્યેક વર્ષ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગાઢ ધુમ્મસની સમસ્યા રહે છે. એને લીધે પ્રત્યેક વર્ષ આ કારણથી થતાં માર્ગ અકસ્માત અને મૃત્યુ પણ આ વિસ્તારમાં મોટી સમસ્યા બની ગઈ છે.

વર્ષ 2019માં સૌથી વધારે 8 હજાર 31 માર્ગ અકસ્માત ઉત્તરપ્રદેશમાં સર્જાયા હતા, જેમાં 4 હજાર 177 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજા નંબર પર બિહાર હતું, જ્યાં 2 હજાર 781 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પ્રત્યેક વર્ષ અનેક ટ્રેનો મોડી પડે છે

આપણા દેશમાં ટ્રેનો મોડી પડવી એ નવી વાત નથી. પણ વિલંબ થવા પાછળનું એક કારણ ગાઢ ધુમ્મસ પણ છે. 20 નવેમ્બર 2019ના રોજ લોકસભામાં ધુમ્મસને લીધે મોડી પડતી ટ્રેનોની સંખ્યા અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે પ્રત્યેક વર્ષ દેશના ઉત્તરી વિસ્તારોમાં ઠંડીના મહિનામાં ધુમ્મસને લીધે મોટી સંખ્યામાં ગાડીઓને અસર થાય છે. જોકે હવે ધુમ્મસને લીધે ટ્રેનોનું વિલંબ થવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.

વર્ષ 2018-19માં 5 ટકાથી વધારે ટ્રેનો ધુમ્મસને લીધે મોડી પડી હતી, જ્યારે વર્ષ 2017-18માં 15 ટકાથી વધારે ટ્રેનો મોડી પડી હતી. ધુમ્મસની ટ્રેનો પર અસર ન થાય એ માટે લોકો-પાયલટોને ફોગ પાસ ડિવાઈસ આપવામાં આવ્યું છે.

આ ડિવાઈસ GPS પર આધારિત એક હેન્ડ હેલ્ડ પોર્ટેબલ ડિવાઈસ છે. જ્યારે કોઈ લેન્ડમાર્ક આવે છે તો આ ડિવાઈસ અલાર્મ મારફત ક્રૂની મદદ કરે છે. નવેમ્બર,2019 સુધી ટ્રેનો પર 12 હજાર 205 ફોગ પાસ ડિવાઈસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments