દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ

0
0
દિયોદર આદર્શ હાઇસ્કુલ ખાતે તારીખ 7/8/2019 ના રોજ ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલ મહેમાનો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યકર્મ ને ખુલ્લો મુક્યો હતો જેમાં સ્વામી ઓરકેસ્ટાર પાટણ દ્વારા દેશ ભક્તિ ના ગીતો ગાઈ લોકો ને દેશ ભક્તિ ના રંગ માં રંગ્યા હતા તેમજ દિયોદર માધ્યમિક ની કુલ 6 શાળા અને પ્રાથમિક સ્કુલ ની કુલ 10 શાળા ના બાળકો એ ભાગ લઇ અનેક ગીતો રજુ કર્યા હતા.
જેમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો ને ઈનામ આપી સન્માનિત કરવામાં આવેલ જેમાં આવેલ તમામ મહેમાનો નું કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી સન્માન કરેલ આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા,જિલ્લા પંચાયત ડેલીકેટ નરસિંહભાઈ દેસાઈ,વરિષ્ટ વકીલ બી કે જોશી,મુખ્ય સ્પોન્સર નવીનભાઈ પટેલ કર્ણાવતી ડેરી ,gkts પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર,ભાટી અમરતભાઈ,જીગરભાઈ કોટક,શંકરભાઈ ચૌધરી,ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ મગનભાઈ પ્રજાપતિ ,મંત્રી શીતલભાઈ ત્રિવેદી,દર્શનભાઈ ઠક્કર,રોહિતભાઈ સોની,દીપેશભાઈ સેવક,શિક્ષક ભદ્રસિંહ રાઠોડ,પરાગભાઈ જોશી,ડાયાભાઇ ચૌધરી,વગરે આગેવાનો હાજર રહેલ તેમજ દિયોદર તાલુકા માં શિક્ષણ માં એવોડ મેળવનાર જામભાઈ ચૌધરી નું પણ મહેમાનો તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ નું સંચાલન રોહિત સોની દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here