બનાસકાંઠા : કોરોનો વાયરસ : લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે દિયોદર પોલીસ કરી રહી છે કાર્યવાહી.

0
0
કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે રાજ્યભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ દ્વારા લોક ડાઉન નો ચુસ્‍ત પણે અમલ  કરાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ પણ આવતા જતા વાહનો ઉપર સઘન ચેકિંગ કરી રહી છે.કામ વગર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જો.કે દિયોદર માંથી નીકળતા  વાહનોને અટકાવી ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. દિયોદર પોલીસ દ્વારા ખીમાણા ચોકડી , શિહોરીચાર રસ્તા ,આરામ ગૃહ ,મેન બજાર દિયોદર ,રેલવે સ્ટેશન  રોડ દિયોદર ,ભેસાણા ચોકડી દિયોદર,જેતડા રોડ સહિત વિસ્તારમાં દિયોદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જો.કે. દિયોદર ips અભય સોની એ જણાવ્યું હતું કે બનાસકાંઠા કલેકટર  શ્રી ના આદેશ અનુસાર પસિદ્ધ કરાયેલા જાહેરનામું દ્વારા આગામી 4 દિવસ લોકડાઉન વધુ કડક કરવામાં આવ્યું છે જો.કે દિયોદર પોલીસ દ્વારા તમામ વાહનોને ચેકીંગ કરવામાં આવી રહ્યા છે જો.કે વધુ માં જણાવ્યું હતું કે બનાસકાંઠા ના આજુબાજુ ના જિલ્લા માં કોરોના ના કેશો જોવા મળ્યા છે તેને લઈ બનાસકાંઠા કલેકટર દ્વારા વધુ લોકડાઉન કડક બનાવવાની ફરજ પડી છે..જો.કે જેને લઈ દિયોદર ips અભય સોની સાથે દિયોદર  psi એસ. એસ રાણે સાથે દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ છે.અને લોકડાઉન નું ચુસ્ત પણે પાલન કરાઈ રહ્યું છે…
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here