બનાસકાંઠા : દિયોદરના ચિભડાગામને સેનેટાઈઝરની દવાનો છંટકાવ કરવામાં આવ્યું

0
3
સમગ્ર દેશમાં દિવસે ને દિવસે કોરના કેસ માં વધારો જોવા મળી રહો છે અને હવે તો કોરના કેસ શહેરથી લઈ ગામડાં સુધી પહોંચી ગયા છે. જયારે ગામડાઓમાં પણ કોરના વાયરસના ફેલાય જેના ભાગ રૂપે આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતો પણ સતર્ક બની ગયા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચિભડા ગામે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરી ગામને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ ચિભડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિભાગ દ્વારા પણ ચિભડા ગામ સહિત ચિભડા આરોગ્ય કેન્દ્ર ના સેજામાં આવતા સાત જેટલા ગામોમાં સતત મોનીટરીંગ કરવમાં આવી રહુ છે. તેમજ બહારથી આવેલ લોકોની યાદી બનાવી  એમના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. તો સાથે સાથે લોકો ને ઘર માં રહેવાની પણ સૂચના આપવામાં આવી રહી છે. હાલમાં ચિભડાગામ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરી રહ્યું છે અને લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here