ચીન સરહદે દુર્ગમ પહાડો પર આસાનીથી ચઢી જતા તિબેટી યોદ્ધાઓની SFS તૈનાત, કારગીલમાં બે શિખરો જીત્યા હતા

0
5

લદાખમાં ભારતીય અને ચીનની સેનાઓ સામ-સામે છે. સેનાએ પેંગોંગ સરોવરના દક્ષિણ હિસ્સામાં 5 મુખ્ય શિખર હેલ્મેટ, બ્લેક ટોપ, કેમલ્સ બેન્ક, ગુરુંગ શિખર તથા રેકિન લા પર સ્થિતિ મજબૂત કરી લીધી છે. આ નિર્ણાયક લીડમાં સ્થાનિક તિબેટિયન જવાનોની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ જવાનોમાં 53 વર્ષીય તેનજિન ન્યીમા પણ હતા જે પેંગોંગ સરોવર નજીક વિસ્ફોટક સુરંગમાં શહીદ થઇ ગયા. લદાખમાં ચોગલામસર સ્થિત તિબેટિયન શરણાર્થી વસતીમાં રહેનારા ન્યીમા સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ(એસએફએફ)નો હિસ્સો હતા, જેને લદાખ, સિયાચિન અને કારગિલ જેવા ઊંચા સૈન્ય ક્ષેત્રોમાં લડવામાં વિશેષ મહારત હાંસલ છે. 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ બનાવાયેલી આ બટાલિયનમાં આશરે 4000 તિબેટિયન શરણાર્થી હતા. તેમની શહીદી બાદમાં ન્યીમાના ઘરમાં સ્થાનિક લોકો અને મીડિયાનો જમાવડો થયો છે.

સેનાથી નિવૃત્ત થયેલા અને ન્યીમાના મિત્ર ચીતા એન્ચોક કહે છે કે તે પણ શત્રુઓની સેના સામે તહેનાત રહી ચૂક્યા છે. ન્યીમાનો ઉલ્લેખ કરતાં તે ગર્વભેર કહે છે કે તે અત્યંત જોશીલા હતા. વર્તમાન સ્થિતિ અંગે ચીતા કહે છે કે કે ચીનને પાઠ ભણાવવા માટે સેના તૈયાર છે. અમને ગર્વ છે કે તિબેટિયન જવાનો મોર્ચો સંભાળી રહ્યાં છે.

લદાખમાં આશરે 7500 તિબેટિયન શરણાર્થીઓ છે. તેમાં 5 હજાર ચોગલામસરમાં તિબેટિયન કોલોનીમાં રહે છે. બાકી 2500 જંગથાંગ ક્ષેત્રમાં વિખેરાયેલા છે. તેમાં 4 હજારથી વધુ સેનામાં છે. આ વસતીના મુખ્ય પ્રતિનિધિ સીટેન વાંગચુક જણાવે છે કે તિબેટિયન સીધા ચઢાણવાળા પર્વતો પર સરળતાથી ચઢી જાય છે. એટલા માટે તેમને પર્વતીય બકરા પણ કહેવાય છે. અંગ્રેજી, તિબેટિયન અને સ્થાનિક ચીની ભાષામાં તેમની સારી પકડ છે. આ જ એસએફએફની સૌથી મોટી વિશેષતા છે. તે કહે છે કે અમને તેનજિન તરીકે બહાદુર યોદ્ધા ગુમાવ્યો પણ બીજી તરફ ખુશી છે કે તેમણે દેશ માટે બલિદાન આપ્યું.

ભારતીય સેનામાં તિબેટિયન લડાકૂઓ અંગે અનેક કિસ્સા અને કહાણીઓ છે. કહેવાય છે કે 1950માં નેપાળના મસ્તંગમાં ભારત અને અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ તિબેટિયનોને વિશેષ ટ્રેનિંગ આપી હતી. ગુલ્લિયા ટ્રેનિંગ અપાઈ. જ્યારે ચીને તિબેટિયનો પર અત્યાચાર શરૂ કર્યા તો આ જ ટુકડી દલાઈ લામાને ભારત લઈને આવી હતી. જાણકારો કહે છે કે એસએફએફની રચના ચીનને ધ્યાનમાં રાખી કરાઈ હતી. આ ટુકડીએ 1971માં ભારત-પાક. યુદ્ધમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કારગિલના સમયે ખાલૂબાર અને શિખર 5500 પર સીધું ચઢાણ કર્યુ હતું. તેનાથી સેનાને આ શિખર પર કબજો કરવામાં મદદ મળી હતી.

લદાખ : એક ગામ એવું પણ જ્યાં દરેક ઘરથી સેનામાં જવાની પરંપરા, અનેક ચીન સામે તહેનાત છે

લદાખમાં 70 પરિવાર ધરાવતું નાનકડું ચૂશુટ ગામ છે. અહીં દરેક પરિવારથી એક વ્યક્તિ સેનામાં છે. સેનાથી નિવૃત્ત થઈ ચૂકેલા 60 વર્ષીય ગુલામ મોહમ્મદ કહે છે કે ગામમાં 150 જવાનો સેનામાં છે. તેમાં અનેક ચીન સામેના મોરચા પર તહેનાત છે. ગામમાં તમને બાળકો, મહિલાઓ અને નિવૃત્ત સૈનિકો જ મળશે. તે ગર્વથી કહે છે કે અનેક લોકોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here