Tuesday, March 25, 2025
Homeદેશસ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમ 11 ટકા ઘટીને રૂ. 30,000 કરોડ

સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમ 11 ટકા ઘટીને રૂ. 30,000 કરોડ

- Advertisement -

સ્વિસ બેંકોમાં ભારતીય કંપનીઓ અને ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલ રકમ ૨૦૨૨માં ૧૧ ટકા ઘટીને ૩.૪૨ અબજ સ્વીસ ફ્રેન્ક (૩૦,૦૦૦ કરોડ રૂપિયા)  રહી છે તેમ સ્વીટ્ઝરલેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવેલા વાર્ષિક આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં ભારતીય કંપનીઓ અને ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલ રકમ ૩.૮૩ અબજ સ્વીસ ફ્રેન્ક હતી. જે ૧૪ વર્ષની સૌથી વધુ રકમ હતી.

બેંકો દ્વારા આ સત્તાવાર આંકડા સ્વિસ નેશનલ બેંકને રજૂ કરવામાં આવ્યા છે. જો કે આ રકમમાં કાળા નાણાંનો સમાવેશ થતો નથી. આ રકમમાં એ રકમનો પણ સમાવેશ થતો નથી જે ભારતીયો, એનઆરઆઇ અને અન્ય લોકોએ સ્વીસ બેંકોમાં ત્રીજા દેશના  એકમો તરીકે જમા કરાવી છે. સ્વિસ નેશનલ બેંકેભારતીયોએ જમા કરાવેલ ૩.૪૨ અબજ સ્વીસ ફ્રેન્કની રકમને કુલ જવાબદારી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૬માં ભારતીયો દ્વારા જમા કરાવેલ રકમ ૬.૫ અબજ સ્વીસ ફ્રેન્ક હતી.

સ્વિસ બેંકના જણાવ્યા અનુસાર વિદેશી કંપનીઓ અને વિદેશી કલાયન્ટોની સ્વિસ બેંકોમાં જમા રકમ ૨૦૨૨માં ૧.૧૫ ટ્રિલિયન સ્વીસ ફ્રેન્ક (૧૨૫ લાખ કરોડ રૂપિયા)  હતી. વિદેશી કલાયન્ટની જમા રકમની બાબતમાં બ્રિટન ટોચ પર છે. ત્યારબાદ બાીજા ક્રમે અમેરિકા છે. વિદેશી કલાયન્ટની જમા રકમની બાબતમાં બ્રિટન૩૦૯ અબજ  સ્વિસ બેંકની રકમ સાથે પ્રથમ ક્રમે છે. ૧૩૩ અબજ સ્વિસ બેંકની રકમ સાથે અમેરિકા બીજા ક્રમે છે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝ, ફ્રાન્સ, જર્મની, હોંગકોંગ, સિંગાપોર, લક્ઝમબર્ગ, બહામાસ, નેધરલેન્ડ, યુએઇ, ગર્નસે, સાયપ્રસ, ઇટાલી, ઓેસ્ટ્રેલિયા, જર્સી, કેમેન આઇલેન્ડ, રશિયા, જાપાન, પનામા, સ્પેન, તાઇવાન, સઉદી અરેબિયા, ચીન અને ઇઝરાયેલનો ક્રમ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular