Wednesday, September 28, 2022
Homeસુરત : વધુ 1000 બેડની કોવિડ હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વીડિયો...
Array

સુરત : વધુ 1000 બેડની કોવિડ હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વીડિયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું

- Advertisement -

સુરત. શહેર જિલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. જે પૈકી 1000 બેડ સાથેની કોવિડ હોસ્પિટલ તૈયાર થઈ ચૂકી છે. જેનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વીડિયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું હતું.

100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ
કોરોનાની પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે સિવિલ હોસ્પિટલમાં સ્ટેમસેલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 15 દિવસમાં આ 1000 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે અને તેનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વીડિયો કોન્ફરન્સથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે કિડની હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે 15 ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા રહેલી છે.

હોસ્પિટલમાં 211 ICU બેડ સાથે 1000 પથારીની સુવિધાઓ
આ કોવિડ હોસ્પિટલમાં 211 ICU બેડ સાથે 1000 પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ 4 જુલાઇએ સુરતની કોરોના સ્થિતિની સમીક્ષા માટે લીધેલી મુલાકાત વેળાએ તેમણે આ હોસ્પિટલ ઊભી કરવા આપેલી સૂચનાઓનો ખૂબ જ ટૂંકાગાળામાં ત્વરિત અમલ કરીને સુરત જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગે સ્ટેમલેસ હોસ્પિટલ ખાતે આ કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ તૈયાર કરી છે. વિજય રૂપાણીએ માત્ર 15 જ દિવસમાં આ ઝડપી અને અસરકારક કામગીરી માટે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતમાં 19 હજારથી વધુ પથારીની હોસ્પિટલો વેન્ટીલેટર્સ અને દવાઓ સહિતની સુવિધાઓ
આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ સુરત ખાતે આ હોસ્પિટલની તકતીનું પ્રત્યક્ષ અનાવરણ કરીને તેને ખૂલ્લી મૂકી હતી. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોવિડના સંક્રમણને ગુજરાતમાં રાજ્ય સરકારના આરોગ્યલક્ષી આયોજનબદ્ધ પગલાંઓથી વ્યાપક પ્રમાણમાં ફેલાતો અટકાવી શકાયો છે તેમ સ્પષ્ટપણે ઉમેર્યુ હતું.  તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-સુશ્રુષા માટે ક્યાંય કોઇ બેડ નથી તેવી ફરિયાદ નથી આવતી અને હાલમાં 19 હજારથી વધુ પથારીની હોસ્પિટલો વેન્ટીલેટર્સ અને દવાઓ સહિતની સુવિધાઓ પર્યાપ્ત મળી રહી છે. મુખ્યમંત્રીએ સુરતમાં સરકારી હોસ્પિટલમાં 1500, ખાનગી હોસ્પિટલમાં 800 બેડ્સ ઉપલબ્ધ હતા. જેમાં આજે 1000 બેડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ કુલ 3300થી વધુ બેડ્સ સુરતમાં ઊભા કરવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણની રાજ્ય સરકારે વિશેષ ચિંતા કરી
મુખ્યમંત્રીએ સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણની રાજ્ય સરકારે વિશેષ ચિંતા કરીને માઇક્રોપ્લાનીંગ સાથે સઘન સર્વેલન્સ, ધનવંતરી રથ દ્વારા સારવાર જેવા વ્યાપક આરોગ્યલક્ષી પગલાં ભર્યા છે તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ સામે કોરોના સંક્રમણ સાથે સતર્કતાપૂર્વક પ્રવૃત્તિઓ શરૂ કરવા સાથે સંક્રમિતોની સંપૂર્ણ સારવારના અભિગમથી આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી ઊજાગર થઇ છે તેમ પણ ઉમેર્યુ હતું.

હારશે કોરોના જીતશે ગુજરાતની ખૂમારી સાકાર થશે
મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના બાદ પણ આ હોસ્પિટલનો લાભ અન્ય રોગના દર્દીઓને મળે તેવી સુવિધાસભર આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. માત્ર બેડ-ખાટલા પાથરી દેવા એવા થાગડ-થીગડ ઉપાય એટલું નહીં પરંતુ સુરતમાં આધુનિક સારવાર સુવિધા કોરોના સંક્રમિતોને તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. કોરોના સંક્રમણ અટકાવવા સારી આદતો કેળવીને, જનજાગૃતિથી સૌ કોરોનાને હટાવશે અને હારશે કોરોના જીતશે ગુજરાતની ખૂમારી સાકાર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના ઇતિહાસની સ્વર્ણિમ પૃષ્ઠ રૂપી ઘટના
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે માત્ર 15 જ દિવસમાં તમામ અદ્યતન સગવડતા-સાધનો સાથેની 1 હજાર બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવાની આ સિદ્ધીને ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના ઇતિહાસની સ્વર્ણિમ પૃષ્ઠ રૂપી ઘટના ગણાવી હતી. તેમણે રાજ્યના ઔદ્યોગિક અગ્રણી એવા આ સુરત મહાનગરમાં કોરોના સંક્રમણ નિયંત્રણની રાજ્ય સરકારે વિશેષ ચિંતા કરી છે તેની પણ છણાવટ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ સુરતમાં સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર ઊભા કરવાના સૂચનને આવકારીને કોરોના સંક્રમણ સામે સુરતમાં શ્રેષ્ઠત્તમ સારવાર સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ ઉમેર્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular