તાજેતરમાં યોજાયેલી તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળતા પાર્ટીએ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ હારિતસિંહ વાળાની તાજપોશી કરી હતી. ભાજપ યુવા મોર્ચાના શહેર અધ્યક્ષપદે રહી ચુકેલા અને હાલ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે રહેલા ધર્મેન્દ્રસિંહ હારિતસિંહ વાળા સામે તળાજા પંથકની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, એક વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ બન્ને સંપર્કમાં આવ્યા હતા અને મહિલાની માતાની તબિયત નાદુરસ્ત થતાં તેઓ રૂબરૂ મળ્યા હતા અને ત્યારે ધર્મેન્દ્રસિંહે લગ્નનું વચન આપી પ્રેમનો એકરાર કર્યો હતો અને લગ્નનું વચન આપતા તળાજા તથા અન્ય સ્થળોએ મરજીથી શરીર સંબંધ બાંધ્યા હતા પરંતુ ઉપપ્રમુખ બન્યા બાદ મહિલાએ લગ્ન કરવાનું કહેતા તેણે લગ્નનો ઈનકાર કર્યો હતો. આ અંગે મહિલાએ તળાજા પોલીસ મથકમાં ધર્મેન્દ્રસિંહ હારિતસિંહ વાળા વિરૂદ્ધ લગ્નની લાલચ આપી મરજીથી શરીર સબંધ બાંધી લગ્ન ન કરી માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ.ની કલમ ૬૯ તથા ૧૧૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉપરાંત આ મામલે મહિલાએ પ્રદેશ ભાજપ સુધી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ આક્ષેપોને ફગાવતા આરોપી ધર્મેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, મહિલા માત્ર મિત્ર હતી શરીર સંબંધ બાંધ્યા નથી. રાજકીય અને સામાજીક કારકિર્દીને ખતમ કરવાનું ષડયંત્ર હોવાનો બચાવ કર્યો હતો. જ્યારે આ મામલે શહેર ભાજપ અધ્યક્ષ આઈ.કે.વાળાએ સમગ્ર ઘટના અને પોલીસ ફરિયાદ મામલે પક્ષના મોવડી મંડળનું ધ્યાન દોરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
TADAJA : પાલિકાના ઉપપ્રમુખે લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા
- Advertisement -
ભાજપ સાશિત તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ સામે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તાજેતરમાં જ તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરાયેલા ભાજપના નેતા એક વર્ષ પૂર્વે સોશિયલ મીડિયામાં મહિલા સાથે સંપર્કમાં આવ્યા હતા અને મહિલાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ નગરપાલિકાના ઉપપ્રમુખ બન્યા બાદ લગ્ન લગ્ન કરવાની ના પાડતા પીડિતાએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisment -