ગુજરાત કોંગ્રેસની ઇચ્છા : પ્રિયંકા ગુજરાતથી રાજયસભાની ઉમેદવારી કરે

0
9

અમદાવાદ : ૨૬મીએ યોજાનારી રાજયસભાની ચૂંટણીમાં ગુજરાતથી પૂર્વ યુપીના મહામંત્રી પ્રિયંકા ગાંધી
પક્ષના ઉમેદવાર બનવા જોઇએ એવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ કરશે તેવું જાણવા મળે છે. આગામી ૨૬મી માર્ચે ગુજરાતમાં રાજયસભાની ચાર સીટો માટે ચૂંટણી યોજાઈ રહી છે. એવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ યુપીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવાય તેવી માગણી પાર્ટીમાં કરશે. રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચારમાંથી બે બેઠકો જીતશે તેવો અંદાજ છે,


ઉપરાંત પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડશે તો પાર્ટી કાર્યકર્તા અને ધારાસભ્યોના ઉત્સાહમાં પણ વધારો થશે.
ગુજરાતમાં રાજયસભાની ચાર સીટો માટે ૨૬મી માર્ચે ચૂંટણી યોજાવાની છે, જે માટે ૧૩મી માર્ચ સુધીમાં ઉમેદવારી નોંધાવવાની રહેશે. મધ્ય પ્રદેશ કોગ્રેંસ યુનિટ ઉપરાંત કોંગ્રેસ સાશિત રાજયો જયાં રાજયસભાની ચૂંટણી યોજાવાની છે, તેઓ ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી ઉમેદવાર બને. જો આવું થાય છે તો આ પ્રિયંકા ગાંધીની આ રાજકારણમાં એન્ટ્રી બાદ પહેલી ચૂંટણી લડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here