અમદાવાદ શહેરમાં દશામાની મૂર્તિઓની અવદશા, દ્રશ્યો જોઇ લોકોની આસ્થા દુભાઇ

0
0

દશામાંમી અવદશા..! શ્રધ્ધા આસ્થા સાથે પૂજા બાદ અયોગ્ય રીતે કર્યું વિસર્જન

અમદાવાદ શહેરમાં દશ દિવસ સુધી વ્રત રાખી મહિલાઓ દ્વારા દશામાની મુર્તિની પુજા કરાઇ હતી. દશામાની મૂર્તિઓને ઘરે જ પધરાવવા માટે પોલીસે અપીલ કરી હોવા છતાં લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી. જો કે મુર્તિઓની અવદશા જોઇ લોકોની આસ્થા દુભાઇ હતી. દસ દિવસના વ્રત રાખી પોતાના ઘરે મા દશામાની પ્રતિમાઓનું ભારે આસ્થા સાથે પૂજન-અર્ચન કરી ભક્તો દ્વારા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.

દસ દિવસ સુધી માતાજીમાં ભારે આસ્થા રાખીને જાગરણ કરી માતાજીની પ્રતિમાનું અંધારાનો લાભ લઇ વહેલી સવારે  સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ તે વિસર્જન પછી તે માતાજીની પ્રતિમાઓ એટલી ગંધકીમાં પડી રહી છે કે લોકોનું સરમથી માથુ ઝુકી જાય તેવા દ્વસ્યો જોવા મળી રહ્યા છે અને ચારે બાજુ ગંદકી જ ગંદકી જોવા મળી રહે છે. અને હકીકતમાં દશામાની મુર્તિઓની દુર્દશા જોવા મળતા લોકોની આસ્થા દુભાઇ હતી.

મૂર્તિઓને નદીમાં પધરાવવા પર પ્રતિબંધ અને રાત્રિ કરફ્યુનો કડક અમલ હોવા છતાં લોકોએ ઘરની બહાર નીકળી શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂર્તિઓ મૂકી દીધી હતી. આનંદનગર પાસે આવેલા તળાવ પાસે બહાર જ લોકોએ મોટી સંખ્યામાં મૂર્તિઓ મૂકી હતી અને સવારે કેટલાક લોકો તળાવમાં પધરાવતા જોવા મળ્યા હતા.

શહેરના અલગ અલગ બ્રિજ પર પણ મોડી રાતે લોકો મૂર્તિઓ મૂકી અને જતાં રહ્યાં હતાં. દશામાંના વ્રતને છેલ્લો દિવસ હોવાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આવી રીતે મોટી સંખ્યામાં રાતે લોકો મૂર્તિઓ સાથે બહાર નીકળતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખવામાં આવ્યો તો કેમ લોકો તળાવની પાસે, બ્રિજ પર અને રોડ પર મૂર્તિઓ મૂકી શક્યા તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. લોકોએ મૂર્તિ રોડ પર મૂકી દેતા કોર્પોરેશન દ્વારા મૂર્તિઓને લઇ લેવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here