ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને માટે અનેક યોજનાઓનો લાભ લેવાય છે. અલગ અલગ જરૂરિયાતોના આધારે અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. સ્વાસ્થ્ય તમામ લોકો માટે મહત્ત્વનું રહે છે. બીમારીની સારવારમાં પણ લોકોના અનેકગણા રૂપિયા ખર્ચ થઈ જાય છે. આ માટે લોકો આયુષ્માન કાર્ડની મદદ લે છે, પણ જો તમને કાર્ડ હોવા છતાં હોસ્પિટલ ફ્રીમાં સારવાર નથી આપતી તો તમે ફરિયાદ કરી શકો છો.
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાના આધારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયાની ફ્રી સારવાર આપવામાં આવે છે. આયુષ્માન કાર્ડ પર કેશલેસ સારવારની સુવિધા મળે છે. પણ એવું પણ જોવા મળ્યું છે કે કેટલીક હોસ્પિલવાળા આ કાર્ડ ધારકને ફ્રી સારવાર આપવાની ના પાડી દે છે. જો તમારી સાથે આ પ્રકારની મુશ્કેલી રહે છે તો તમે ફરિયાદ કરી શકો છો. તો જાણો ક્યાં અને કેવી રીતે કરી શકાશે ફરિયાદ.
આયુષ્માન કાર્ડ ધારકને યોજનામાં કોઈ બીમારીની સારવાર માટે હોસ્પિટલ ના પાડે છે તો આ એક ગુનો બને છે. સામાન્ય રીતે લોકોને પૂરતી જાણકારી હોતી નથી માટે તેમને હોસ્પિટલ પરેશાન કરે છે. અનેક લોકો સારવાર લીધા વિના જતા રહે છે. આ કાર્ડના આધારે તમે સુવિધા મેળવવા માટે હકદાર છો. જો કોઈ હોસ્પિટલ સારવારની ના પાડે તો તમે 14555 નંબર ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો.
આ સાથે તમે સંબંધિત હોસ્પિટલને વિશે પણ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાની અધિકૃત વેબસાઈટ પર જઈને ફરિયાદ નોંધી શકો છો. આ માટે તમારે https://cgrms.pmjay.gov.in/GRMS/loginnew.htm લિંક પર જવાનું રહેશે. તમારે અહીં ફરિયાદ નોંધાવવાની રહેશે. આ સાથે જ તમે હોસ્પિટલની જાણકારી અને એડ્રેસ પણ નોંધી શકો છો. આ પછી તમારી ફરિયાદની તપાસ કરાશે. જો ફરિયાદ યોગ્ય હશે તો હોસ્પિટલ પર કાર્યવાહી કરાશે.
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાના આધારે આયુષ્માન કાર્ડ ધારકોના પરિવારને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી સારવાર મળે છે. તેમાં અનેક બીમારીઓની મફત સારવાર થાય છે તો અનેક મોંઘા ટેસ્ટ પણ સામેલ છે. આયુષ્માન કાર્ડ ધારક યોજનામાં સામેલ કોઈ પણ હોસ્પિટલમાં જઈને મફત સારવારનો લાભ મેળવી શકાય છે.