કોરોના વોરિયર્સ : 6 માસ નો ગર્ભ હોવા છતાં કોરોના મહામારીમાં ખડે પગે કરી છે કામ

0
0
ગોલાસણ સબસેન્ટરમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર આરોગ્યની કામગીરી માં કોઈને ઉણપ ન આવે તે માટે પોતાને છ માસનો ગર્ભ હોવા છતાં પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવે છે. ત્યારે સાચી કોરોના વોરિયસૅ કામગીરીને સરકારે બિરદાવી તે સમયની માંગ છે.
હાલ માં વિશ્વ માં કોરાના મહામારી ચાલી રહી છે ત્યારે તેવા સમયે આરોગ્ય કર્મચારી પર આરોગ્ય ની કામગીરી  ભારણરૂપ બની છે. તેવા સમયે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોલાસણ ગામના સબસેન્ટર માં ફરજ બજાવતા મૂળ મુળી તાલુકાના સરાગામની ક્રિષ્નાબેન અનિલભાઈ ડાભી પોતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે આરોગ્ય વિભાગમાં ફરજ  બજાવે છે. પોતાને છ માસનો ગર્ભ હોવા છતાં પોતાના વિસ્તારમાં ખડેપગેરહીને પોતાની ચિંતા કયો વગર કોઈને પણ કોઈપણ પ્રકારની આરોગ્ય સેવાઓ ઉણપ ન આવે તે માટે ખડે પગે રહી કામગીરી ની ફરજ બજાવી રહી છે. આવી  કોરોના વોરિયસૅની કામગીરી ને સરકાર દ્વારા બિરદાવવામાં આવે તે સમયની માંગ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here