હળવદ : ભારે વરસાદ વચ્ચે પણ વીજ કર્મચારીઓએ રાઉન્ડ ધ કલોક કામ કરીને વીજપુરવઠો પૂર્વવત કરાવ્યો

0
49
મોરબી જિલ્લા ના હળવદ મા બે દિવસથી થઈ રહેલી મેધમહેરના કારણે જનજીવન ઘરમા કેદ થઈ ગયુ હતું. પરંતુ બે છાટા પડતાની સાથે વિજળી રાણી રિસાઈ જતા હોય છે ત્યારે હળવદ પીજીવિસીએલની ટીમની લોકો પ્રસંસા કરી રહ્યા છે , વિજતંત્રએ સતત દોડીને ખોરવાઈ ગયેલા વીજપુરવઠાને ચાલુ વરસાદે પૂર્વવત કરાવ્યો હતો.
હળવદ શહેર તથા ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે ઉદ્ભભવેલી વીજમુશ્કેલીઓ આ પરિસ્થિતિમાં પણ હળવદ શહેર પીજીવીસીએલના નાયબ ઇજનેર એમ.એન પઢીયાર તથા તેમના માર્ગદર્શન નીચે જુનિયર ઇજનેર તથા ટેકનિકલ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઊઠાવી ચાલુ વરસાદમાં જીવ ના જોખમે કામ કરી જ્યોતિગ્રામ યોજના ફીડર તથા અબૅન ફીડર ખેતી વાડી ફીડર, વગેરે માંથી  અત્યાર સુધીમાં ૪૦ જેટલા વીજપોલ ઓ વરસાદમાં ધરાશાયી થયેલા હોવા છતાં pgvcl સ્ટાફે અથાક પરિશ્રમ દ્વારા અલગ અલગ સ્થળ પરથી વીજપુરવઠો ડાયવર્ટ કરી થોડી કલાકમાં જ હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પુવૅવત કરાવ્યો, વિજતંત્ર વરસતા વરસાદે ઉમદા સેવા બજાવી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here