કોરોના વડોદરા : રિપોર્ટ નેગેટિવ આવતા હોવા છતાં વડોદરા શહેર-જિલ્લામાં આજથી 900 રેપિડ કીટથી કોરોનાના ટેસ્ટ શરૂ થશે

0
4

વડોદરા. રેપિડ કીટથી પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ પણ નેગેટિવ આવતા હોવા છતાં વડોદરા શહેર-જિલ્લામાં 900 રેપિડ કીટથી કોરોનાના ટેસ્ટ આજથી શરૂ કરાશે. કોરોનાએ ગુરૂવારે તાંદલજાની વૃદ્ધાનો ભોગ લેતા વડોદરા શહેર-જિલ્લામાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો હતો.

વડોદરામાં 3 સૈનિક ક્રાફ્ટમેન પોઝિટિવ

3 સૈનિક ક્રાફટસમેન(કારીગર)ને કોરોનાનું સંક્રમણ કયાંથી લાગ્યુ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને તેમને એક જ દિવસમાં એક જ ATMમાંથી નાણાં ઉપાડતી વખતે ત્યાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ ત્રણ જવાનોની સાથે 28 જવાનો સંપર્કમાં હોવાથી તાત્કાલિક અસરથી તમામ 28 જવાનોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here