દહેગામ : વારંવાર ધક્કા ખાવા છતાં પણ નથી મળતા આવક ના દાખલા

0
0

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કેટલાક અરજદારોની રજુઆત થવા પામી છે કે આવકના દાખલાઓ જે તે ગ્રામ પંચાયત કચેરી મળશે તેવો હુકમ સરકાર તરફથી કરવામા આવ્યો હતો. પરંતુ દહેગામ તાલુકા પંચાયતના ટીડીઓ કોઈ ગંભીરતા પુર્વક આ બાબત ધ્યાનમા નહી લેતા અને હોતા હે ચલતા હે ની નીતી રાખીને કામ કરતા હોવાથી તાલુકાના કેટલાય અરજદારો તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયત કચેરીઓમા ધક્કા ખાવાનો સમય આવી ગયો  છે અને દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આ કામ એક ક્લાર્ક દ્વારા દાખલા આપવાનુ ચાલી રહ્યુ છે પરંતુ તેની કામગીરી સામે લોકોના અનેક સવાલો ઉભા થયા છે અને આ ક્લાર્ક અરજદારોને તતડાવી નાખી આ દાખલાઓ અત્યારે મળશે નહી મામલતદાર કચેરીએ દાખલા લેવા તેવા ઉદ્ધત જવાબો આ કર્મચારી અરજદારોને આપતા અરજદારો પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.

આ દાખલાઓ લેવા માટે દરરોજના કેટલાય અરજદારો તાલુકા પંચાયત કચેરીએ ધક્કા ખાવાની માહિતી સાંપડી છે તેથી સ્થાનિક કર્મચારીઓના ભાઈ ભાઈ ચારણી ઉસકા ઘેર જેવા જવાબો સાંભળી અરજદારો થાકી ગયા છે.  અને સરકાર દ્વારા આ નીર્ણય લીધે દોઢ માસ જેટલો સમય થયો તેમ છતા તાલુકા પંચાયત કચેરીના મુખ્ય અધિકારીની ઉંઘ ઉડી ન હોય તેવુ અરજદારોને લાગી રહ્યુ છે. અરજદારો જ્યારે તાલુકા પંચાયત કચેરી દાખલા કઢાવવા આવે છે ત્યારે તેમને સારા જવાબો મળતા નથી અને આવા અણઘડ સરકારી બાબુઓના વહીવટી કામગીરી સામે અરજદારો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અને આમના લીધે જ સરકાર વગોવાઈ રહી છે.

બાઈટ : રાજુભાઈ સોલંકી, અરજદાર, વટવા

 

કારણ કે સરકાર તો પ્રજાલક્ષી કામો કરવા માટે તનતોડ પરીશ્રમ કરીને જનહીતનુ કાર્ય ઝડપી અને અરજદારોને સારા લાભો મળે તેના માટે પ્રયત્નશીલ છે પરંતુ પાડાને વાકે પખાલીને ડામ જેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ છે તો આ બાબતે લાગતા વળગતા તંત્રએ દહેગામ તાલુકાના અરજદારોની વધી રહેલી સમસ્યા બાબતે સુચારુ આયોજન ગોઠવે અને નીષ્ક્રીય કામગીરી કરતા અમુક કર્મચારીઓ સામે ખાતાકીય પગલા લેવાય તેવી આમ જનતાની માંગ ઉભી થવા પામી છે.

બાઈટ : કેશાભાઈ સોલંકી, અરજદાર, પાલૈયા

 

  • સરકારે આવકના દાખલા કાઢવા માટે જે તે ગ્રામ પંચાયત કચેરીએ મળી શકશે તેવો આદેશ આપ્યો પરંતુ તાલુકાની કેટલીય ગ્રામ પંચાયતોમા આવકના દાખલા કાઢવાની સુવીધા નહી હોવાથી અરજદારો ભારે પરેશાન
  • સરકારના આ તઘલખી નીર્ણયનો ભોગ બનેલા અરજદારોને પડ્યા ઉપર પાટુ માર્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે
  • તાલુકા વિકાસ અધિકારીની આ નીતી સામે તાલુકાના કેટલાય અરજદારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે
  • તાલુકા પંચાયતના આવકના દાખલા કાઢતા કર્મચારી અરજદારોને ઉદ્ધત જવબો આપતા અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here