વર્ક ફ્રોમ હોમમાં સોશિયલ મીડિયા અને ટેક્નિકલ ખામી સમસ્યા બની હોવા છતાં 90% લોકો લાંબા સમય સુધી ઘરેથી જ કામ કરવા માગે છે

0
3

કોરોનાવાઈરસ મહામારી અને લોકડાઉનને લીધે મોટા ભાગના કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. તેમાંથી 80% કર્મચારી ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

લાઈમલાઈટ નેટવર્કના રિસર્ચ ‘ધ ન્યૂ નોર્મ ફોર વર્ક’ પ્રમાણે સર્વેમાં સામેલ મોટા ભાગના લોકોએ વર્ક ફ્રોમ હોમને કમ્ફર્ટેબલ ગણાવ્યું છે અને તેઓ લાંબા સમય સુધી ઘરે રહીને જ કામ કરવા માગે છે. 90% લોકો પોતાને વર્ક ફ્રોમ હોમમાં વધારે પ્રોડક્ટિવ માની રહ્યા છે. જોકે 30% લોકોનું કહેવું છે કે તેમને વધારે કલાક કામ કરવું પડે છે.

ઈન્ટરનેટની સ્પીડ સમસ્યા
સર્વેમાં 82% લોકોનું માનવું છે કે તેમને કામ કરતી વખતે ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી હતાશા વધી રહી છે. સૌથી મોટી સમસ્યા ઈન્ટરનેટની સ્પીડ છે, જેને લીધે ફાઈલ અપલોડ અને ડાઉનલોડ કરવામાં તકલીફ પડે છે. અને ઝૂમ કોલ પર પણ સમસ્યા થાય છે. સર્વેમાં 42% લોકોએ ઈન્ટરનેટ કનેક્શનની ફરિયાદ કરી હતી.

સોશિયલ મીડિયા મુશ્કેલી બન્યું
રિપોર્ટ પ્રમાણે, અન્ય દેશો કરતાં ભારતમાં પ્રોફેશનલ્સને આ પ્રકારની સમસ્યા વઘારે થઈ. તેનું કારણ એ છે કે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ઘરેથી કામ કરવાની પરંપરા નથી. ખરાબ વાતાવરણમાં ત્યાંના લોકો ઘરેથી કામ કરે છે. 75% લોકોએ સોશિયલ મીડિયા ડિસ્ટ્રક્શનની ફરિયાદ કરી હતી.

ભારત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના અનોખા સમયમાંથી પસાર થઈ રહ્યું છે
લાઈમલાઈટ નેટવર્કના કન્ટ્રી ડાયરેક્ટર અશ્વિન રાવે જણાવ્યું કે, ભારત આ સમયે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના અનોખા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વર્ક ફ્રોમ હોમને લીધે જે કંપનીઓ દેશની બહાર છે, તેમની પાસે ઓછા અવસર છે, પંરતુ તેઓ ઈન્ફ્રા સુધારવામાં રોકાણ કરી શકે છે. તેથી જે પણ સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે. મોટા ભાગના પ્રોફેશનલ્સ ઘરેથી જ કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. તેથી કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક કામના ઓનલાઈન અનુભવોને સુધારવા માટેનું સારું સાધન બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here