Sunday, May 18, 2025
HomeબિઝનેસBUSINESS : અનંત અંબાણીના લગ્નમાં 5 હજાર કરોડનો ખર્ચ છતા મુકેશ અંબાણીની...

BUSINESS : અનંત અંબાણીના લગ્નમાં 5 હજાર કરોડનો ખર્ચ છતા મુકેશ અંબાણીની સંપતિ ઘટવાને બદલે વધી

- Advertisement -

હાલમાં દેશભરમાં મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે, જેમાં અંદાજે 5000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે, આ ખર્ચ છતાં મુકેશ અંબાણીની સંપત્તિ ઘટવાને બદલે વધી છ

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. 12 જુલાઈના રોજ યોજાયેલા આ લગ્નમાં દુનિયાભરના ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. મુકેશ અંબાણીએ આ લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણીના લગ્ન પર લગભગ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે, જે મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર 0.5 ટકા છે.

જો કે, લગ્ન પર આટલો ખર્ચ કરવા છતાં ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ ઘટવાને બદલે વધી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. આનાથી અંબાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર શુક્રવારે અંબાણીની નેટવર્થમાં 1.21 અબજ ડોલર એટલે કે લગભગ 10,100 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે તેમની કુલ સંપત્તિ 121 અબજ ડોલર થઈ ગઈ છે. તેઓ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 24.2 અબજ ડોલરનો વધારો થયો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular