Wednesday, September 22, 2021
Homeજોરદાર દબાણ હોવા છતાં મેકર્સ 'સૂર્યવંશી', 'રાધે' જેવી ફિલ્મોને OTT પર લાવવા...
Array

જોરદાર દબાણ હોવા છતાં મેકર્સ ‘સૂર્યવંશી’, ‘રાધે’ જેવી ફિલ્મોને OTT પર લાવવા માટે તૈયાર નથી

કોરોના પ્રતિબંધોને લીધે નોર્થમાં થિયેટરો શરૂ થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં ‘સૂર્યવંશી’, ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ‘ચેહરે’ જેવી ફિલ્મોને OTT પર લાવવાનું જોરદાર પ્રેશર છે. જો કે, તેના મેકર્સ હજી પણ જીદ પર અડગ છે કે આ ફિલ્મોને મોટી સ્ક્રીનના અનુભવ માટે બનાવવામાં આવી છે. સલમાન ખાને તો એમ પણ કહ્યું છે કે જો આ ઈદ પર પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તે આગામી ઈદ પર થિયેટરોમાં ‘રાધે’ રિલીઝ કરશે. ‘સૂર્યવંશી’ અને ‘ચેહરે’ના મેકર્સ પણ કહી રહ્યા છે કે મે મહિનામાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે. ત્યારે આ ફિલ્મો થિયેટરમાં રિલીઝ થશે.

ટ્રેડ એનાલિસ્ટે જણાવ્યું કે આખરે શું કારણ છે?

ટ્રેડ એનાલિસ્ટ્સે ‘સૂર્યવંશી’ નું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘OTT પર પહેલા આવવાથી ફિલ્મને વધુમાં વધુ 50 કરોડનો ફાયદો થશે. પરંતુ જો થિયેટરમાં પહેલા આવશે તો 100 કરોડનો ફાયદો છે. આ ગણિત લગભગ દરેક મોટા બજેટ ફિલ્મની સાથે છે. તેથી ‘સૂર્યવંશી’, ‘રાધે’, ‘સત્યમેવ જયતે 2’થી લઈને ’83’ સુધીના તમામ મેકર્સ ફિલ્મોને થિયેટરમાં રિલીઝ પર ભાર આપી રહ્યા છે.

થિયેટરનું કલેક્શન OTT નથી આપી શકતા

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ‘OTT પર ફિલ્મ આવવાથી તમે પહેલાથી પ્રોફિટમાં આવી જાવ છો. પરંતુ થિયેટરનું જે કલેક્શન હોય છે તે OTT નથી આપી શકતું. ઉદાહરણ તરીકે, ‘સ્ત્રી’નું મેકિંગ 12 કરોડનું હતું. OTT પર તેને 15 કરોડ પણ નથી મળતા પરંતુ થિયેટરમાં ફિલ્મને 150 કરોડનું કલેક્શન થયું.’

OTT કંપનીઓને મોટી થ્રિલર ફિલ્મો જોઈએ છે

‘ચેહરે’ના પ્રોડ્યુસર આનંદ પંડિતના શબ્દોમાં, ‘ફિલ્મને OTT પર લાવવા માટે દબાણ છે. તે એટલા માટે કે જે પાંચ-છ મોટી OTT કંપનીઓ છે, તેમને મોટી ફિલ્મો જ જોઈએ છે. ખાસ કરીને થ્રિલર જૉનરનું અને ફીલ નોર્થના પહાડોનું હોય. પરંતુ અમે તેને હવે હોલ્ડ કરી રહ્યા છીએ. તે એટલા માટે કેમ કે અમે લાર્જર ધેન લાઈફ ફિલ્મ બનાવી છે. મેના અંત સુધીમાં થિયેટરો ખુલી જશે, તો અમે ત્યારે અથવા જૂન-જુલાઈ સુધી આવીશું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments