અમદાવાદ : શહેરમાં લોકડાઉન હોવા છતાં મેયર બિજલ પટેલે જાહેર કાર્યક્રમ યોજ્યો, આરોગ્ય સેવાનો પ્રારંભ કરાવ્યો

0
6

અમદાવાદ. કોરોના વાઇરસના કેસોના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં કડક લોકડાઉનનો અમલ છે. જીવન જરૂરિયાતની વસ્તુ લેવા સિવાય ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ છે. છેલ્લા કેટલાય દિવસથી લોકડાઉનનો કડક અમલ કરી ઘરેથી કામ કરતા મેયર બિજલ પટેલે જાહેર કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન લોકડાઉનની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મેયર બિજલ પટેલે આજે સવારે 10 વાગ્યે લાલદરવાજા રૂપાલી સિનેમા પાસે ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ શહેરમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં 20 ધનવંતરી આરોગ્ય રથ અને 20 સંજીવની રથ આરોગ્ય સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ રથ શહેરની ગીચ વસ્તીમાં જઈ અને લોકોને સ્વાસ્થ્યની તકલીફ હશે તો દૂર કરશે. આ રથમાં એક ડોકટર, પેરા મેડિકલ સ્ટાફ, લેબ ટેકનિશિયન સ્ટાફ મુકવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here