ચીનમાં દર મિનિટે થઈ રહ્યો છે વિનાશ, કોરોના 24 કલાકમાં 143 ને ભરખી ગયો

0
17

ચીનમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. આ બિમારીથ મરનારાઓની સંખ્યા 1631 થઈ ગઈ છે. માત્ર શુક્રવારે જ આ બિમારીથી ચીનમાં 143 લોકોના મોત થઈ ગયા છે.

કોરોના વાયરસનું કેન્દ્ર રહેલ હુબેઈ પ્રાંતમાં આ બિમારીએ 2420 નવા લોકોને પોતાની ચપેટમાં લઈ લીધી છે. ચીનના નેશનલ હેલ્થ કમીશનના અધિકારીઓએ કહ્યું કે, શુક્રવારે હુબેઈ પ્રાંતમાં આ બિમારીથી 139 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે હેનાનમાં 2 લોકો આ વાયરસની ચપેટમાં આવીને માર્યા ગયા.

રાજધાની બેઈઝિંગમાં એક વ્યક્તિ આ બિમારીનો શિકાર બની ગયો, જ્યારે ચોંગચિંગમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું હતુ. આવી રીતે માત્ર શુક્રવારે જ 143 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે મોતનો કુલ આંકડો 1631 થઈ ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારે આપેલા આંકડાઓ કરતાં મોતનો સાચો આંકડો ઘણો વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here