નિસાન મેગ્નાઇટના તમામ વેરિઅન્ટનાં એન્જિન અને ફીચર્સની ડિટેલ્સ જાહેર થઈ, કિંમત ₹5.3 લાખથી ₹7.5 લાખ વચ્ચે રહેવાની શક્યતા

0
5

નિસાન ઓટોમોટિવ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે તેની નવી કોમ્પેક્ટ SUV મેગ્નાઇટનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. કંપનીએ તાજેતરમાં ઓરાગડમ પ્લાન્ટમાં તેનું પહેલું યૂનિટ રોલઆઉટ કર્યું હતું. જો કે, હવે આ ગાડીની એન્જિન, ગિયરબોક્સ અને વેરિએન્ટથી સંબંધિત વિગતો બહાર આવી ગઈ છે.

કંપનીના MD અને CEO બીજુ બાલેન્દ્રને કહ્યું કે, નવી SUVને સંપૂર્ણ રીતે ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને તેમાં હ્યુમન સેન્ટ્રિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોડેલ નિસાન મોટર્સની નિસાન નેક્સ્ટ સ્ટ્રેટેજીનો ભાગ છે. નિસાને આ કારને ભારત સાથે ગ્લોબલ માર્કેટ માટે પણ તૈયાર કરી છે.

નિસાન મેગ્નાઇટ એન્જિન

આ કારને રેનો-નિસાનનાં નવાં CMF-A પ્લોટફોર્મ પર તૈયાર કરી છે. તેમાં નેચરલી એસ્પાયર્ડ B4D ડ્યુઅલ-VVT 1.0 લિટર પેટ્રોલ એન્જિન મળશે, જે 72hp પાવર જનરેટ કરશે. એ્જિનને 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેનાં હાયર વેરિઅન્ટમાં HRA0 ટર્બો-ચાર્જ્ડ 1.0 લિટર પેટ્રોલ એન્જિન મળશે, જે 5 સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ હશે. આ 95hp પાવર જનરેટ કરશે. જો કે, કારને ડીઝલ એન્જિનમાં લોન્ચ કરવામાં નહીં આવે.

સ્પેસિફિકેશન્સ

  • આ સેગમેન્ટમાં પહેલીવાર 360 ડિગ્રી અરાઉન્ડ વ્યૂ મોનિટર આપવામાં આવ્યું છે, જે નિસાન કિક્સમાંથી લેવામાં આવ્યું છે. તેમાં ચારેબાજુ કેમેરા આપવામાં આવ્યા છે, જે ચારેબાજુનો વ્યૂ આપે છે. એક બટન દબાવીને લિસ્ટમાંથી જરૂરિયાત પ્રમાણે કેમેરા વ્યૂ સિલેક્ટ કરી શકાય છે.
  • કારમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS વિથ EBD, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, સ્પીડ સેન્સિંગ ડોર લોક, તેમજ વ્હીકલ ડાયનામિક્સ કંટ્રોલ (VDC) હિલ સ્ટાર્ટ આસિસ્ટ સિસ્ટમ (HAS), ટ્રેક્શન કંટ્રોલ જેવાં લેટેસ્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે. કારમાં એન્ટિ રોલ બોર સાથે ચેસિસ અને સસ્પેન્શન આપવામાં આવ્યા છે.
  • મેગ્નાઇટમાં વાયરલેસ ચાર્જિંગ આપવામાં આવ્યું છે, જે આ સેગમેન્ટમાં અન્ય SUVમાં જોવા મળતું નથી. મેગ્નાઇટમાં વાયરલેસ ચાર્જિંગ પેડ ઓટો ક્લાયમેટ એરકોન નોબ નીચે આપવામાં આવ્યું છે.
  • રિપોર્ટ્સ અનુસાર, કંપની આ કાર ડિસેમ્બરમાં લોન્ચ કરી શકે છે. તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 5.3 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

તમામ વેરિઅન્ટનાં ફીચર્સ

  • નિસાન મેગ્નાઇટ XE: આ એન્ટ્રી લેવલ વેરિઅન્ટમાં 16 ઇંચના સ્ટીલ વ્હીલ્સ, ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર, ફ્રંટ અને રિઅર ફોક્સ સ્કિડ પ્લેટ, રૂફરેલ્સ અને ચાર પાવર વિંડો મળશે. તેમાં 3.5 ઇંચની LCD ડિસ્પ્લે મળશે.
  • નિસાન મેગ્નાઇટ XL: આ વેરિઅન્ટમાં 6 સ્પીકર ઓડિયો સિસ્ટમ, સ્ટિયરિંગ માઉન્ટ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક્લી અડજસ્ટેબલ અને ફોલ્ડબલ વિંગ્સ મિરર્સ મળશે.
  • નિસાન મેગ્નાઇટ XV (હાઈ): તેમાં 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, LED ડેટાઇમ લેમ્પ્સ અને ફોગ્લેમ્પ્સ, 8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, 7 ઇંચની TFT ડિસ્પ્લે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વોઇસ રેકગ્નિશન ટેકનોલોજી, રિવર્સ કેમેરા આપવામાં આવ્યા છે. આ સાથેએન્ડ પુશ સ્ટાર્ટ બટન પણ મળશે.
  • નિસાન મેગ્નાઇટ XV (પ્રીમિયમ): તેમાં LED બાય-પ્રોજેક્ટર હેડલેમ્પ, ક્રુઝ કંટ્રોલ, 360 ડિગ્રી સરાઉન્ડ વ્યૂ કેમેરા, ટાયર પ્રેશર મોનિટર, ઓલ બ્લેક ઇન્ટિરિયર, સનરૂફ જેવાં ફીચર્સ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here