Friday, March 29, 2024
Homeલોન્ચિંગ પહેલાં જ હ્યુન્ડાઇ i20 કારની ડિટેલ્સ લીક થઈ, 2 પેટ્રોલ અને...
Array

લોન્ચિંગ પહેલાં જ હ્યુન્ડાઇ i20 કારની ડિટેલ્સ લીક થઈ, 2 પેટ્રોલ અને 1 ડીઝલ એન્જિનથી સજ્જ આ કારમાં 25 કિમીની એવરેજ મળશે

- Advertisement -

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ તેની નેક્સ્ટ જનરેશન 2020 હ્યુન્ડાઇ i20 5 નવેમ્બરના રોજ લોન્ચ કરશે. કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ગ્રાહકો 21,000 રૂપિયાની ટોકન રકમ આપીને તેને બુક કરાવી શકે છે. આ દરમિયાન, કાર, એન્જિન, ગિયરબોક્સ અને એવરેજ સાથે જોડાયેલી ડિટેલ્સ લીક થઈ ગઈ છે. તેમાં જાણવા મળેલી માહિતી અનુસાર, 2020 હ્યુન્ડાઇ i20ના ડીઝલ મેન્યુઅલ વેરિઅન્ટની એવરેજ 25km/l હશે. તેમજ, તેના પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટની એવરેજ 21km/l હશે.

એન્જિન એવરેજ
1.0 લિટર ટર્બો પેટ્રોલ iMT 20 km/l
1.0 લિટર ટર્બો પેટ્રોલ DCT 20.28 km/l
1.2 લિટર મેન્યુઅલ 21 km/l
1.2 લિટર CVT 19.65 km/l
1.5 લિટર ડીઝલ મેન્યુઅલ 25 km/l

 

એન્જિન ડિટેલ્સ

i20માં ગ્રાહકોને 3 એન્જિન ઓપ્શન મળશે. તેમાં પહેલું 1.2 લિટર પેટ્રોલ, બીજું 1.0 લિટર ટર્બો પેટ્રોલ અને ત્રીજું 1.5 લિટર ડીઝલ એન્જિન સામેલ છે.

મેન્યુઅલ ગિયરબોક્સ ત્રણેય એન્જિન સાથે આવશે. પરંતુ 1.0 ટર્બો એન્જિનમાં ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન (iMT) ઓપ્શન મળશે. બંને પેટ્રોલ એન્જિનમાં ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળશે.

1.2 લિટર પેટ્રોલમાં CVT ગિયરબોક્સ, 1.0 લિટર ટર્બો પેટ્રોલમાં 7 સ્પીડ DCT ગિયરબોક્સ મળશે. જો કે, ડીઝલ એન્જિનમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન નહીં મળે.

2020 હ્યુન્ડાઇ i20 વેરિઅન્ટ પ્રમાણે એન્જિન અને ગિયરબોક્સ ઓપ્શન

એન્જિન અને ગિયરબોક્સ મેગ્ના સ્પોર્ટ્સ એસ્ટા એસ્ટા (O)*
1.2 NA પેટ્રોલ MT હા હા હા હા
1.2 NA પેટ્રોલ CVT ના હા હા ના
1.0 ટર્બો-પેટ્રોલ iMT ના હા હા ના
1.0 ટર્બો-પેટ્રોલ DCT ના ના હા હા
1.5 ડીઝલ MT હા હા ના હા

 

ઇન્ટિરિયરમાં એડવાન્સ્ ફીચર્સ મળશે

કારનાં ઇન્ટિરિયરમાં અનેક ફેરફાર જોવા મળશે, જેમાં નવું ડેશબોર્ડ, સેન્ટર કંસોલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, નવું મલ્ટિ-ફંક્શન સ્ટિયરિંગ વ્હીલ, એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો અને બ્લુલિંક કનેક્ટેવિટી સાથે ફ્રી સ્ટેન્ડિંગ હોરિઝોન્ટલ ઓરિએન્ટેડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ, ક્રોમ એક્સેન્ટ્સ, સનરૂફ અને વાયરલેસ ચાર્જર જેવાં ફીચર્સ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular