જામનગર : ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલા AAPના 15 કાર્યકરોની અટકાયત : પોલીસે મંડપ પણ તોડી નાખ્યો

0
22

કૃષિ બિલના વિરોધમાં દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરના AAPના કાર્યકરો ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે લાલ બંગલા ખાતે ઉપવાસ પર બેઠા હતા. પરંતુ પોલીસ દ્વારા 15 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયતની સાથોસાથ પોલીસે ઉપવાસ સ્થળે બાંધેલા મંડપને પણ તોડી પાડ્યો હતો.

પોલીસે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી
પોલીસે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી
AAPના કાર્યકરોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા
જામનગરના લાલ બંગલા ખાતે AAPના કાર્યકરો મંડપ બાંધી ઉપવાસ પર બેઠા હતા. કાર્યકરોએ ખડૂત વિરોધી કૃષિ બિલને રદ કરવા અંગે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને બી ડિવીઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ સમયે કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

ખેડૂત આંદોલનને લઈને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોને નજરકેદ કરાયા

દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પડ્યા છે. દેશના ખેડૂત આંદોલનમાં ગુજરાતની હિલચાલ પર સરકારની નજર છે. રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા અનેક ખેડૂત નેતાઓને પોલીસ દ્વારા તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા છે. જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ ભાસા સહિત અનેક નેતાઓને પોલીસે નજર કેદ કર્યા છે. લોધિકા, જેતપુર, ઉપલેટા સહિતના કોંગ્રેસના નેતા અને ખેડૂત આગેવાનો આંદોલનમાં જોડાઈ તે પહેલા જ પોલીસે નજરકેદ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here