સુરત : લિંબાયતમાં મકાનના ડિમોલેશનના વિરોધમાં તાળું મારી પરિવાર સાથે અંદર પૂરાઈ જનાર પૂર્વ કાઉન્સિલરની અટકાયત

0
7

લિંબાયત-ડુંભાલ ટેનામેન્ટ નજીક રસ્તાને નડતરરૂપ મકાનના ડિમોલેશનની કામગીરીમાં ભારે ડ્રામા સર્જાયો હતો. પૂર્વ કાઉન્સિલર અકરમ અંસારીના મકાનના ડિમોલેશન માટે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતાં. જો કે, અકરમ અંસારીએ પોતાના પરિવાર સાથે અંદરથી તાળુ મારી પૂરાઈ ગયા હતાં. જેથી અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં. બાદમાં મકાનને તોડતા અગાઉ અકરમ અંસારીની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈને પાલિકાએ ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.

પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોલીસ કાફલા સાથે ડિમોલેશન કર્યું હતું.
(પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોલીસ કાફલા સાથે ડિમોલેશન કર્યું હતું.)

 

કેનાલ કોરિડોર માટે રસ્તો પહોળો કરવાનો છે

પાલિકાના કેનાલ કોરિડોર પ્રોજેક્ટ માટે રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન ડુંભાલ ટેનામેન્ટ નજીક આવેલા અકરમ અંસારીનું ગ્રાઉન્ડના બે માળના મકાનને તોડવા માટે પાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. વર્ષ 2015માં નોટિસ આપી હતી. 2020માં હિયરીંગ માટે પણ બોલાવવામાં આવ્યા હતાં. જો કે આજે ડિમોલેશન દરમિયાન અકરમ અંસારીએ બખેડો ખડો કર્યો હતો. જેથી તેની અટકાયત કરવામાં આવી છે.

પાલિકા દ્વારા જેસીબી સહિતના સાધનો સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
(પાલિકા દ્વારા જેસીબી સહિતના સાધનો સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.)

 

અંસારી બીજી ટર્મમાં હારી ગયેલા

અકરમ અંસારી કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતાં. બાદમાં બીજી ટર્મમાં હારી ગયા હતાં. જેથી તેમણે NCP જોઈન કર્યું હતું. હાલ અકરમ અંસારીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ તેમના મકાનનું ડિમોલેશન માટે કર્મચારીઓએ કામગીરી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here