સુરત : પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના 60 જટેલા કાર્યકરોની અટકાયત

0
5
  • ચોકમાં મોંઘવારીના વિરોધ દેખાવ પ્રદર્શન કરાઈ રહ્યા હતા
  • શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાલિકામાં વિપક્ષ નેતાની અટકાયત

સુરત. ગુજરાત સરકાર દ્વારા ટેક્ષમાં બે રૂપિયાનો વધારો કરતાં પેટ્રોલ ડિઝલ મોંઘા થયા છે. જેની સીધી અસર મોંઘવારી પર પડવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલમાં કરાયેલા ભાવ વધારાનો વિરોધ કરીને ભાજપ સરકાર દ્વારા લોકોના થઈ રહેલા શોષણને ઉજાગર કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરો મળીને આશરે 60 લોકોની અટકાયત કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શન કરનારાની અટકાયત

કોંગ્રેસના નેતા બાબુભાઈ રાયકાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવોમાં રોજબરોજ ભાવવધારો કરી રહી છે આ મોંઘવારીનો માર અસહ્ય બનવાનો છે.સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ની પ્રતિમા ચોક બજાર ખાતે ધરણા-વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર કોંગ્રસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ત્યારબાદ અઠવા પોલીસ સ્ટેશન દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ રાયકા તથા પાલિકાના વિપક્ષી નેતા પ્રફુલભાઈ તોગડીયા સહિત આશરે 60 થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.