અમદાવાદ : ગોમતીપુરમાં 200 કિલો માંસના જથ્થા સાથે રિક્ષાચાલકની અટકાયત.

0
21

ગોમતીપુરમાંથી પોલીસે રિક્ષામાં હેરફેર કરાતા 200 કિલો ભેંસના માંસનો જથ્થો કબજે લઇ રિક્ષાચાલકને ઝડપી લીધો હતો. તેને માંસનો જથ્થો જેણે આપ્યો હતો તે મળી ન આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

તસવીર પ્રતિકાત્મક

ગોમતીપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા જયેશભાઇ ગોવાભાઇ સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે, તેમના વિસ્તારમાં છૂપી રીતે ગૌ વંશની કતલ કરવામાં આવે છે. તેમણે વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કર્યું ત્યારે વધુ બાતમી મળી હતી કે, એક સીએનજી રિક્ષામાં પાછળની સીટ પર તથા પગ મૂકવાની જગ્યાએ પશુના માંસના મોટા જથ્થાની હેરફેર થવાની છે. રખિયાલથી માંસ ભરી સારંગપુર તરફ લઇ જવાના છે.

પોલીસે વોચ ગોઠવી રખિયાલ ચાર રસ્તા નજીકથી સીએનજી રિક્ષાને રોકી ચેકિંગ હાથ ધર્યું હતું. તેમાંથી પશનું માંસ મળી આવ્યું હતું. આ અંગે પાસ પરમીટ પોલીસે માંગી હતી. પરંતુ રિક્ષાચાલક પાસે કોઇ પરમીટ મળી ન હતી.

પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ માંસનો જથ્થો મચ્છી માર્કેટની ગલીમાં રહેતા યાસીનભાઇ માસુમભાઇ અંસારીએ આપ્યો હતો અને મિરઝાપુર મટન માર્કેટમાં પહોંચાડવાનો હતો. તે માટે રૂ. 300 ભાડું પણ આપ્યું હતું. પોલીસે માંસનું પરીક્ષણ કરાવી તોલતા તે 200 કિલો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ મામલે રિક્ષાચાલક મોહસીન મોહમદ શેખને ઝડપી લીધો હતો. યાસીનને વોન્ડેટ આરોપી તરીકે દર્શાવી તેની શોધખોળ હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here