સપા પ્રમુખની અટકાયત : કન્નૌજ જઈ રહેલા અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી, ગાડીઓ પણ જપ્ત કરી

0
0

કૃષિ કાયદા વિરુદ્ધ લખનઉમાં જંગ ચાલી રહી છે. ખેડૂત યાત્રાની શરૂઆત કરવા માટે કન્નૌજ જઈ રહેલા સમાજવાદીના પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની અટકાયત કરી લેવાઈ છે. તંત્રએ પહેલા લખનઉમાં તેમના ઘરની બહાર બેરિકેડિંગ કરી હતી, ત્યારપછી અખિલેશ થોડીક બાજુમાં જ ધરણા પર બેસી ગયા હતા. પણે હવે તેમની અટકાયત કરી લેવાઈ છે. અખિલેશનો આરોપ છે કે તંત્રએ તેમની ગાડીઓને જપ્ત કરી લીધી છે. અખિલેશ યાદવને કસ્ટડીમાં લઈને તેમને ઈકો ગાર્ડન મોકલવામાં આવી રહ્યાં છે, જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવશે.

પગપાળા રવાના થયા પછી ધરણા પર બેઠા હતા

તમામ વિરોધ છતા અખિલેશ યાદવ કન્નૌજ માટે પગપાળા જ રવાના થઈ રહ્યાં છે અને રસ્તા પર જ ધરણા પર બેસી ગયા છે.અખિલેશ યાદવે કહ્યું કે, જો ખેડૂતો માટે બનાવાયેલા કાયદાથી જ ખેડૂત ખુશ નથી તો પછી સરકારે તેને પાછા લઈ લેવા જોઈએ. ખેડૂતોનો અવાજ સરકાર સાંભળી રહી નથી. અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે, હું કન્નૌજ જઈ રહ્યો છું, ગાડી અટકાવી દેવાઈ છે પણ જ્યાં સુધી બની શકશે હું પગપાળા જ જઈશ. અખિલેશે કહ્યું કે, સરકારે ખેડૂતોની બમણી આવકનો વાયદો કર્યો હતો, પણ આજે ખેડૂતોને બરબાદ કરનારો કાયદો લાવવામાં આવ્યો છે.

 

નજરબંધી પર નિશાન

અખિલેશ યાદવે આ મુદ્દા પર ટોણો મારતા શાયરી ટ્વિટ કરીને સરકાર પર નિશાન સાધ્યું, અખિલેશે ટ્વિટ કર્યું કે, જહાં તક જાતી નજર વહાં તક લોક મેરે ખિલાફ હૈ, એ જુલ્મી હારિમ તૂ કિસ-કિસ કો નજરબંધ કરેગા.

પોલીસે ઘરની બહાર બેરિકેડિંગ કરી હતી.

તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવને સોમવારે કન્નોજ જવાનું હતું, જ્યાં તેમને સમાજવાદી પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલી ખેડૂત યાત્રાની શરૂઆત કરવાની હતી. પણ સોમવારે સવારે જ લખનઉમાં વિક્રમાદિત્ય માર્ગ પર સપા ઓફિસથી માંડી અખિલેશ યાદવના ઘર સુધી પોલીસ તહેનાત કરી દેવાઈ અને બેરિકેડિંગ કરી દેવાઈ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here