Thursday, September 23, 2021
Homeમાનસિક હાલત કથળી : કોરોનાને કારણે દોઢ મહિનો ક્વોરન્ટીન રહ્યાં પછી મહિલાને...
Array

માનસિક હાલત કથળી : કોરોનાને કારણે દોઢ મહિનો ક્વોરન્ટીન રહ્યાં પછી મહિલાને એકલા રહેવાનું ગમતું

રાણીપની એક મહિલા કોરોનાને લીધે દોઢ મહિનો ક્વોરેન્ટાઇનમાં રહી. જો કે, એ પછી મહિલાને પરિવાર સાથે રહેવાનું પસંદ નથી. એકલા રહેવા માટે તેણે ખાવાપીવાનું પણ છોડી દીધુ અને મનમાં સતત આપઘાતના વિચાર આવતા હતા. અંતે પરિવારે મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માગી હતી. હેલ્પલાઈનની ટીમે કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડ્યો હતો.

ત્રણ વખત ક્વોરન્ટીન પિરિયડ આવ્યો
રાણીપની 45 વર્ષીય મહિલાને છ મહિના પહેલાં કોરોના થતાં, ક્વોરેન્ટાઇન કરાયાં હતાં. બાદમાં ફરી બે વાર ક્વોરેન્ટાઇન કરાયાં હતાં. જેથી મહિલાને દોઢ મહિના એકલું રહેવું પડ્યું હતું, જેથી હવે તેમને ઘરના લોકો સાથે રહેવું ગમતું નહોતું, ઘર છોડીને જતું રહેવું હતું. ઘરના લોકો સાથે કોઈ અણબનાવ કે પ્રોબ્લેમ ન હોવા છતાં પણ તેમની સાથે વાતચીત કરતાં નહોતાં. અવારનવાર આપઘાતના વિચારો આવતાં.

અવારનવાર આપઘાતના વિચાર આવતા હતા
બીજી બાજુ પરિવારના સભ્યોએ આ અંગે અભયમ મહિલા હેલ્પલાઈનને 181 પર કોલ કરીને કાઉન્સેલિંગ માટે વિનંતી કરતાં મહિલા હેલ્પલાઈનની ટીમે મહિલાના ઘરે પહોંચીને તેમની પૂછપરછ કરી હતી. જો કે મહિલા એકલું રહેવું છે અને અવાર નવાર આપઘાતનો વિચાર આવે છે તેવું જ જણાવી રહ્યાં હતાં.

પરિવારની હૂંફ સમજાવી મામલો થાળે પાડ્યો
હેલ્પલાઈનની ટીમે મહિલાને એકાંતમાં લઈ જઇને વાતચીત કરી, કાઉન્સેલિંગ કરતા સ્ત્રીની લાગણીઓ અને પરિવારની હૂંફ અંગે વાતચીત કરતાં મહિલા અચાનક રડી પડી હતી. બાદમાં તેને ભોજન કરાવીને મહિલા ટીમે ફરી વખત કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો.

કોઈ નજીક આવે તો પણ મહિલા ઝઘડો કરતી
કોરોનાના કારણે લાંબો સમય સુધી એકલા રહ્યા બાદ મહિલાના સ્વભાવમાં એટલુ પરિવર્તન આવી ગયુ હતુ કે, જો કોઈ રૂમમાં આવે તો તેના ચહેરાના હાવભાવ બદલાઈ જતાં અને જો તે વ્યકિત મહિલાની નજીક જાય તો તે ઝઘડો કરવા લાગતી હતી. શરૂઆતમાં પરિવારે તેને સહજતાથી લીધા બાદ સ્થિતિ વધુ બગડતી જણાતા મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments