Wednesday, March 26, 2025
HomeબોલીવૂડBOLLYWOOD: દેવ પટેલની થ્રીલર મંકીમેનની રીલિઝ ભારતમાં અટકી પડી

BOLLYWOOD: દેવ પટેલની થ્રીલર મંકીમેનની રીલિઝ ભારતમાં અટકી પડી

- Advertisement -

હોલીવૂડના કલાકાર દેવ  પટેલે બનાવેલી ફિલ્મ ‘મંકી મેન’ની ભારતમાં રીલીઝ અટકી પડી છે. આ ફિલ્મમાં ભારતની ઓટીટીની જાણીતી સ્ટાર શોભિતા ધુલીપાલા તથા સિકંદર ખેર સહિતના અનેક ભારતીય કલાકારો છે. તેઓ ભારતીય દર્શકો સુધી પોતાની ફિલ્મ પહોંચે તેની પ્રતીક્ષામાં છે. ‘સ્લમડોગ મિલિયોનર’ ફિલ્મના હિરો તરીકે જાણીતા દેવ પટેલે પહેલીવાર દિગ્દર્શન પર હાથ અજમાવી આ ફિલ્મ બનાવી છે. ફિલ્મની વાર્તા રાજકીય રીતે બહુ સંવેદનશીલ છે. ભારતમાં હાલ લોકસભા ચૂંટણીઓ ચાલી રહી હોવાથી સેન્સર બોર્ડ ફૂંકી ફૂંકીને કદમ ભરી રહ્યું છે. કોઈ વિવાદ ન થાય તે માટે આ ફિલ્મને  મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો છે.

આ ફિલ્મ ભારતમાં ૧૯મી એપ્રિલે રીલિઝ થઈ જશે એવું જાહેર  થયું હતું. પરંતુ, એ  જ દરમિયાન  લોકસભા ચૂંટણી શરુ થઈ ગઈ હતી. આથી, ફિલ્મની રીલિઝ અટકાવી દેવાઈ હતી. એક મલ્ટીનેશનલ ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ આવવાની હતી પરંતુ આ પ્લેટફોર્મે પણ કોઈ વિવાદ ટાળવા માટે  ફિલ્મ તેનાં ભારતીય પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનું ટાળ્યું છે. વિશ્વભરમાં આ ફિલ્મ ૨૩૩ કરોડ રુપિયાનો બિઝનેસ કરી ચૂકી છે. જોકે, શોભિતા ધુલિપાલા સહિતના કલાકારોને તેમના આ હોલીવૂડ પ્રોજેક્ટ માટે ભારે આશાઓ છે અને તેઓ ભારતીય દર્શકો સુધી આ ફિલ્મ પહોંચે તેમ ઈચ્છે છે. પરંતુ હજુ સુધી તેમની ઈચ્છા ફળીભૂત થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular