- Advertisement -
દેવભૂમિ દ્વારકા નાં જિલ્લા પંચાયત ની ચૂંટણી ખંભાળિયા માં યોજવા જઇ રહી છે.આજે જીલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ખેંચતાણ શરૂ…ભાજપ અને કોંગ્રેસ તરફ થી દાવેદારી નોંધાવાઈ હતી.
આવતીકાલે દેવભૂમિ દ્વારકા રોમાંચક બનેલી જિલ્લા પંચાયતના પ્રમુખની આવતીકાલે ચૂંટણી યોજાશે આમ તો આ ચૂંટણી ખંભાળિયા માં સવારે ૧૧ વાગ્યે યોજવા જઇ રહી છે ત્યારે ભાજપ તરફ થી ઈન ચાર્જ પ્રમુખ પી.એસ.જાડેજા એ દાવેદારી નોંધાવી છે તો કોંગ્રેસ માંથી મિત્તલ બેન ગોરિયા ની ઉમેદવારી નોંધવામાં આવી છે. ખાસ ઉપસ્થિત ભાજપે મંત્રી જવાહર ચાવડા સહિત ને જિલ્લા પંચાયત કબ્જે કરવા કામે લગાડયા હતા અને આજે ભાજપના પ્રભારી સહિત નેતાઓ હાજર રહી પી એસ જાડેજાને પ્રમુખપદ માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પી એસ જાડેજા કોંગ્રેસના જુના નેતા હતા અને તેઓએ કોંગ્રેસ છોડી ભાજપ પ્રવેશ કર્યો ત્યારેજ તેમને પ્રમુખ પદ માટે નોમિનેટ કરશે તેવી અટકળો હતી ત્યારે આજે એ અટકળો પર પૂર્ણ વિરામ મુકાય ગયું છે હાલ ભાજપના પાસે ૮ પોતાના સભ્યો તેમજ 2 કોંગ્રેસ માં થી ભાજપમા આવેલ તથા ૨ અપક્ષો નાં ટેકા થી ૧૨ ની સભ્ય થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે તો વળી કોંગ્રેસના ૯ નું સંખ્યા બળ હોવાનું જણાઇ રહ્યું છે.ત્યારે ભાજપ એ જીત નો હુંકાર કર્યો છે.અને કુલ 21 Vમાંથી ભાજપ પાસે 10 તો કોંગ્રેસ પાસે 9 છે 2 અપક્ષ સદસ્યો ગમે તેની બાજી પલટાવી શકે છે આવતી કાલે ૧૧ વાગ્યે બરોબર રસાકસી સભર આ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે તેવું જણાઈ રહ્યું છે.
બાઈટ : જવાહર ચાવડા – મંત્રી શ્રી – ગુજરાત
રિપોર્ટર : મુકેશ મોકરિયા, CN24NEWS, દેવભૂમી દ્વારકા