દેવભૂમિ દ્વારકાના મહાદેવીયા ગામના વડીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લીધેલી મન્નત પુરી કરવા દ્વારકા થી અંબાજી પગપાળા અંબેમાના દર્શન કરવા નીકળ્યા.

0
0
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લીધેલી મન્નત પુરી કરવા દેવભૂમિ દ્વારકાના મહાદેવીયા ગામના વડીલે દ્વારકાથી અંબાજી પગપાળા અંબેમાના દર્શન કરવા નીકળ્યા.
દ્વારકાથી અંબાજી પગપાળા ચાલીને નીકળ્યા વૃદ્ધ
ગાંધીનગર પ્રધાનમંત્રીના માતૃશ્રીના લેશે આશીર્વાદ
શ્રદ્ધાળુ લોકો પોતાની ટેક પાછળ શું નથી કરતા એવુજ એક દ્રષ્ટાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહાદેવીયા ગામના આહીર વૃદ્ધ નારણભાઈ ગોરીયા દેશના વડાપ્રધાન માટે અનેક મન્નત લઈને પુરી કરી ચુક્યા,છે,જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા એ સમયે પણ તેમને મન્નત રાખી હતી.
બાઈટ : નારણભાઈ ગોરીયા
જ્યારે પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે દ્વારકાથી હરિદ્વાર પગપાળા ચાલીને ગયા,ત્યારબાદ ફરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને એ માટે દ્વારકાથી અંબાજી પગપાળા જવાની મન્નત પુરી કરવા નીકળ્યા છે,મોદી સાહેબની કામગીરીથી ખુશ થઈ તેઓ વડાપ્રધાનની જનેતાને મળવા એમના આશીર્વાદ લેવા પહેલા ગાંધીનગર જશે ત્યારબાદ તેઓ અંબાજી પહોંચી અંબેમાંના ચરણે શીશ ઝુકાવી તેમની માનતા પુરી કરશે,
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here