દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામમાં આભ ફાટ્યું ૧ કલાકમા ૧૩ ઈંચ અનરાધાર વરસાદ

0
0
દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે આજે એક જ કલાકમાં અનરાધાર વરસાદ ખાબકતા જાણે ગામ પરઆભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.
એવું પણ જાણવા મળે છે કે ગામમાં ક્યારેય પાણી આવતું નહિ પણ એક કલાકમાં અંદાજે ૧૩ ઈંચ જેટલા ખાબકેલા વરસાદના કારણે ગામની બજારોમાં જાણે નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, તો ખેડૂતોના ગાડાં અને બજારમાં રાખેલા વાહનો પણ તણાયા હતા, તો કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસી જતા લોકોએ હાલાકીનોસામનો પણ કરવો પડ્યો હતો.
                                        
રીપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here