ગેંગસ્ટાર વિકાસ દુબે ઠાર : કાનપુરમાં વિકાસની ગાડી પલટી, પોલીસની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયાસ કર્યોઃ અથડામણમાં છાતી અને કમરના ભાગે ગોળી વાગતા મોત

0
7

કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી.

વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.

ભારે વરસાદના કારણે ગાડી પલટી, બે જવાન પણ ઘાયલ

દુર્ઘટના અંગે UP એસટીએફના અધિકારી પણ કંઈ કહેતા નથી. માનવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ગાડી પલટી હતી. એન્કાઉન્ટરમાં STFના  બે જવાનોના ઘાયલ થવાના સમાચાર છે, પરંતુ તેની પુષ્ટી થઈ નથી.

ધરપકડના 21 કલાક પછી વિકાસ ઠાર 

ગુરુવાર, 9 જુલાઈ

સવારે 9 વાગ્યેઃ વિકાસ ઉજ્જૈનમાં ઝડપાયો
સાંજે 7 વાગ્યેઃ યુપી એસટીએફની ટીમને વિકાસને સોંપ્યો
રાતે 8 વાગ્યેઃ STFની ટીમ કાનપુર માટે રવાના

 

શુક્રવારઃ10 જુલાઈ

મોડી રાતે 3.15 વાગ્યે-STFની ટીમ ઝાંસી પહોંચી, થોડી વાર પછી કાનપુર માટે રવાના થઈ.
સવારે 6.15 વાગ્યેઃ કાફલાએ કાનપુર દેહાત બોર્ડર રાયપુરથી શહેરમાં એન્ટ્રી કરી
સવારે 6.30 વાગ્યેઃ STFની ગાડી પલટી. ત્યારે વિકાસ દુબેએ વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો. ફાયરિંગ શરૂ કર્યું. વિકાસ ઘાયલ થઈ ગયો હતો
સવારેઃ7.10 વાગ્યેઃSTF વિકાસને હેલેટ હોસ્પિટલ લઈને પહોંચી
સવારેઃ755 વાગ્યે વિકાસને મૃત જાહેર કરાયો

નેતાઓએ સવાલ પણ કર્યા 

ઉજ્જૈનમાં ધરપકડ વખતે બૂમો પાડતો હતો હિસ્ટ્રીશીટર-વિકાસ દુબે છું, કાનપુર વાળો

વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈન મંદિરમાં લગભગ 9 વાગ્યે ધરપકડ કરાઈ હતી. ગભરાયેલો હિસ્ટ્રીશીટર ધરપકડ વખતે બૂમો પાડી રહ્યો હતો કે હું વિકાસ દુબે છું, કાનપુર વાળો. ત્યારપછી પોલીસ તેને મહાકાલ પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ, નરવર પોલીસ સ્ટેશન અને પોલીસ ટ્રેનિંગ સેન્ટર લઈ ગઈ હતી. અહીંયા તેની સાથે લગભગ 2 કલાક પુછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ સમાચાર મળ્યા છે કે વિકાસની પત્ની રિચા અને તેના દીકરા અને નોકરની લખનઉમાં અટકાયત કરાઈ છે.

8 દિવસમાં વિકાસ દુબે સહિત તેની ગેંગના 6 બદમાશોનું એન્કાઉન્ટર

  • આ પહેલા બુધવારે મોડી રાતે વિકાસ દુબેનો વધુ એક સાથી પ્રભાત મિશ્રા માર્યો ગયો હતો. પ્રભાતને પોલીસે બુધવારે ફરીદાબાદથી ઝડપ્યો હતો. UP પોલીસ તેને ટ્રાંજિટ રિમાન્ડ પર કાનપુર લઈ જઈ રહી હતી. રસ્તામાં પ્રભાતે ભાગવાનો પ્રયાસ કર્યો, તેને પોલીસની પિસ્તોલ છીનવીને ફાયરિંગ કર્યું હતું. એ વખતે પોલીસની કાર્યવાહીમાં તે ઠાર મરાયો હતો.
  • પોલીસે બુધવારે વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટર કરી દીધું હતું. અમેર હમીરપુરમાં સંતાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના પાંચ લોકો એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે.

કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?

  • 2 જુલાઈઃ વિકાસ દુબેની ધરપકડ કરવા માટે 3 પોલીસ સ્ટેશનની પોલીસે બિકરુ ગામમાં રેડ પાડી, વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી
  • 3 જુલાઈઃ પોલીસે સવારે 7 વાગ્યે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડેય અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટ કરી દીધું. 60 લોકો વિરુદ્ધ FIR કરી.
  • 5 જુલાઈઃ પોલીસે વિકાસના નોકર અને ખાસ સાથી દયાશંકર ઉર્ફ કલ્લૂ અગ્નિહોત્રીને ઘેરી લીધો. પોલીસની ગોળી વાગવાથી દયાશંકર ઘાયલ થઈ ગયો હતો. તેને ઘટસ્ફોટ કર્યો કે પહેલાથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
  • 6 જુલાઈઃ પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે બદમાશોથી બચવા માટે ક્ષમા દુબેનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ ક્ષમાએ મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું ઠેકાણું કહી દીધું, રેખા પણ બદમાશોની મદદ કરી રહી હતી.
  • 8 જુલાઈઃ STFએ વિકાસના અંગત અમર દુબેને ઠાર માર્યો. પ્રભાત મિશ્રા સહિત 10 બદમાશની ધરપકડ કરવામાં આવી
  • 9 જુલાઈઃ પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં માર્યા ગયા. વિકાસ દુબે ઉજ્જૈનથી ઝડપાયો
  • 10 જુલાઈઃ કાનપુર પાસે વિકાસ દુબે અથડામણમાં મરાયો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here