મનુષ્યના લોહીમાંથી બનાવવામાં આવ્યા ‘શૈતાની જૂતા’, જેની કિંમત રૂ. 75 હજાર છે

0
3

અમેરિકાની મલ્ટીનેશનલ કંપની નાઈકીએ વિવાદિત શૈતાની શૂઝની વિરુદ્ધ કરેલો કેસ જીતી લીધો છે. આ જૂતાની વિશેષતા એ છે કે તેને બનાવવા માટે માણસના લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાઈકીએ બ્રૂકલિન આર્ટ કલેક્ટિવે કોર્ટમાં દાવો કર્યો હતો કે શૈતાની જૂતામાં માનવીના લોહીના એક એક ટીપાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે MSCHFના સભ્યો દ્વારા ડોનેટ કરવામાં આવ્યું હતું.

આર્ટ કલેક્ટિવ MSCHFએ આ જૂતાને રેપર લિલ નાસ એક્સની સાથે મળીને ડિઝાઈન કર્યા હતા, જેના પર ઘણો વિવાદ થયો હતો. આ જૂતાની કિંમત 1018 ડોલર એટલે કે 75 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. આ જૂતા નાઈકી કંપનીના એર મેક્સ 97Sનું મોડિફાઈડ વર્ઝન હતું. આરોપ છે કે, તેમાં ઈસાઈ લોકોના પવિત્ર નિશાન પેંટાગ્રામ અને ક્રોસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Nikeએ દાવો કર્યો હતો

ફ્રી પ્રેસ જનરલમાં પ્રકાશિત રિપોર્ટના અનુસાર, નાઈકીના જણાવ્યા પ્રમાણે, MSCHF અને તેના અનધિકૃત જૂતાએ ગેરસમજ ફેલાવવાનું કામ કર્યું છે. તેમને નાઈકીની બ્રાન્ડ ઈમેજને ખરાબ કરી છે. જો કે, MSCHFનો પક્ષ રાખતા વકીલે કહ્યું કે, હવે શૈતાની જૂતા બનાવવાનો કોઈ પ્લાન નથી. MSCHFએ માત્ર 666 શૈતાની જૂતા બનાવ્યા છે. MSCHF શૈતાની જૂતાને 1.018 અમેરિકન ડોલર એટલે કે લગભગ 74,607 રૂપિયામાં વેચી રહી હતી.

બ્રાન્ડ ઈમેજ ખરાબ થવાનો ડર

નાઈકીની તરફથી કહેવામાં આવ્યું છે કે,તેને સૌથી મોટી ચિંતા એ છે કે તેની કંપનીનું નામ એ રીતે શૈતાની જૂતા સાથે જોડવામાં આવી રહ્યું છે કે તેનાથી નાઈકીની બ્રાન્ડ ઈમેજ ખરાબ થઈ છે. અમેરિકન કોર્ટમાં નાઈકીના જણાવ્યા પ્રમાણે, અમારી કંપની શૈતાની જૂતાને અપ્રૂવ નહીં કરે.

અમેરિકાની કોર્ટે જૂતાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકાની કોર્ટે શૈતાની જૂતાના વેચાણ પર પ્રતિબંધ લગાવતા નાઈકી ની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેમજ સુનાવણી દરમિયાન MSCHFએ પહેલાથી જ કહ્યું હતું કે, તેને શૈતાની જૂતા નહીં બનાવવાનો નિર્ણય કર્યો છે.

તેમજ નાઈકીએ શૈતાની જૂતાની ડિઝાઈનને પોતાની ગણાવીને તેના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું. નાઈકીએ શૈતાની જૂતા વેચવા પર કોર્ટમાં પ્રતિબંધની માગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here