બનાસકાંઠા : લાખણી : ગેળા હનુમાન મંદિરે માસ્ક વગરના શ્રદ્ધાળુઓ દંડાયા

0
6

લાખણી : અનલોક-૨ માં સરકારે મંદિરો ખોલવાની શરતી છૂટ આપી છે જેમાં મંદિરે ફરજીયાત સેનેટાઇઝરની વ્યવસ્થા સાથે શ્રદ્ધાળુઓને પણ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે શનિવારે લાખણી તાલુકાના શ્રીફળના પહાડથી પ્રખ્યાત ગેળા હનુમાન મંદિરે વહેલી સવારથી જ દૂરદૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેમાં કોરોનાના કહેર છતાં કેટલાક શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી નહતી. જેથી બંદોબસ્તમાં આવેલ જમાદાર પ્રતાપસિંહ ડી. પરમાર, પોલીસ કોન્સ્ટેબલ દાંનાભાઈ પટેલ અને મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેન ચૌધરીએ લાલ આંખ કરી માસ્ક વગર બેફિકર થઈને આવેલા શ્રદ્ધાળુઓ પાસેથી રૂ. ૨૦૦ લેખે કુલ ૮૦૦૦ રૂ. નો દંડ વસુલ્યો હતો. પોલીસની આ દંડકીય કાર્યવાહીને ગ્રામજનો અને અન્ય શ્રદ્ધાળુઓએ પણ બિરદાવી હતી.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા