પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના 34 પીઆઈ અને 50થી વધુ પીએસઆઈની તાત્કાલિકધોરણ બદલીઓ કરવાના આદેશ આપ્યા.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુજરાતના 34 પીઆઈ અને 50થી વધુ પીએસઆઈની તાબડતોડ બદલીઓ કરવાના આદેશ આપ્યા છે. બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરમાં અમદાવાદમાં નવા 17 પોલીસ ઇન્સ્પેક્ટરનું પોસ્ટિંગ કરવામાં આવ્યુ છે.
રાજ્ય પોલીસ વડા દ્વારા અચાનક બદલીની જાહેરાત બાદ અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે. વસ્ત્રાપુરના PI એમ જાડેજાની કચ્છ પૂર્વ-ગાંધીધામ ખાતે બદલી કરી દેવામાં આવી છે, તો સાયબર સેલના PI વી બારડને વલસાડ ખાતે ટ્રાન્સફર કરાયા છે. અમદાવાદના 4 PI ની રાજ્યની અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે અને તેમના બદલે રાજ્યનાં અલગ અલગ જગ્યાએ ફરજબજાવતા PIને મુકવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ, પશ્ચિમ કચ્છ પોલીસના નખત્રાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ જે.કે.રાઠોડની ગાંધીનગર, જખૌ મરીન પીઆઈ વી.કે.ખાંટની ખેડા, મુંદરા પીઆઈ પી.કે.પટેલની અમદાવાદ શહેર, લોકલ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા બી.આર.ડાંગરની રાજકોટ અને નલિયા સર્કલ પીઆઈ એ.એલ. મહેતાની અમદાવાદ શહેર ખાતે બદલી કરાઈ છે.
જ્યારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીઆઈ એમ.એમ.જાડેજા, ઈન્ટેલિજન્સ પીઆઈ એસ.એન. કરંગીયાની પૂર્વ કચ્છમાં બદલી કરાઈ છે.જ્યારે અન્ય એક હૂકમમાં અમદાવાદ શહેરમાં પીએસઆઈ તરીકે કાર્યરત યુવરાજસિંહ કે. ગોહિલ અને ભરૂચ પીએસઆઈ કાનજી રાણા જાટીયાની પૂર્વ કચ્છમાં બદલી કરાઈ છે. આમ આ સામુહિક બદલીમાં પશ્ચિમ કચ્છમાં પાંચની સામે એક પણ સબ ઇન્સ્પેકટરને મુકાયા નથી.