Tuesday, September 21, 2021
Homeદહેગામ : દુકાનના વેપારીઓ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ : શાકભાજી અને ફ્રુટની...
Array

દહેગામ : દુકાનના વેપારીઓ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ : શાકભાજી અને ફ્રુટની લારીઓવાળા દ્વારા લોકડાઉનના નામે ધજાગરા.

 

શાક માર્કેટની લારીઓવાળા અને ફ્રુટની લારીઓવાળા નીતિ નિયમોનું પાલન કરતા નથી.
દુકાનદારો અને વેપારીઓ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ.
શાકમાર્કેટના વેપારીઓને નીતિનિયમોનો સમયસર અમલ કરતા નથી.
વહીવટીતંત્રે તકેદારીના પગલા લેવાની જરૂર.

   

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં છેલ્લા 3 દિવસથી લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. દહેગામ શહેરમાં અને તાલુકામાં કોરોના કેસોનું પ્રમાણ વધારે હોવાથી સરકારી વહીવટી તંત્રે 18 તારીખ સુધીનું લોકડાઉન રાખેલ છે. પરંતુ દહેગામના શાકમાર્કેટમાં ખુલ્લેઆમ લોકડાઉનના ધજાગરા ઉડે છે. શાકભાજીના વેપારીઓએ ફ્રુટના વેપારીઓ માસ્ક પહેરતા નથી. સરકારી નીતિ-નિયમો નિયમોનો અમલ પણ કરતા નથી. આજે દહેગામ શહેરના દુકાનદારો અને વેપારીઓ નિયત સમયે એટલે કે 4 વાગે દુકાનો બંધ કરી દીધી હતી. પરંતુ શાકભાજીના માર્કેટના લારીઓવાળા બજાર જલ્દી બંધ કરતા નથી અને પોલીસ આવે ત્યાં સુધીની રાહ જોઈને બેસી રહે છે. આ લોકો સ્વેચ્છાએ લોકડાઉનનો અમલ કરતા નથી તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments