નકલી નોટો : પૂણેમાં કલર પ્રિન્ટરથી રૂ.200ની ચલણી નોટો છાપતા પિતા-પુત્રએ ધાનેરામાં છાપવાનું શરૂ કર્યું

0
61

પાલનપુર: ધાનેરામાં રૂ.200ની 16 બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયેલા વેપારીની પૂછપરછમાં મોટું ષડયંત્ર બહાર આવ્યું છે. પાલનપુર એલસીબીએ બનાવટી નોટોના આ રેકેટમાં સંડોવાયેલા મૂળ ધાનેરાના અને પૂણેમાં રહેતા પિતા-પુત્ર સહિત વધુ ત્રણ જણાની ધરપકડ છે. પોલીસે આ ટોળકી પાસેથી રૂ.54,800ની કિમતની 274 બનાવટી ચલણી નોટો, રૂ.750ની અસલ ચલણી નોટો તેમજ રૂ.17,600ની કિંમતની કલર પ્રિન્ટર સહિતની સાધન સામગ્રી મળી કુલ રૂ.73,150નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા ચારેય આરોપીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસે ગુરુવારે ધાનેરાના વેપારી જિજ્ઞેશ છગનલાલ ઠક્કર પાસેથી રૂ.200ની 16 બનાવટી નોટો ઝડપી લીધા બાદ હાથ ધરેલી પૂછપરછમાં આ બનાવટી નોટો ધાનેરાના યુસુફભાઇ સૈફુદીન અમ્પાનવાલા તેમજ હસન મકબુલહુસેન વોરા (બેંગ્લોર વાલા)એ આપી હોવાની કબૂલાત કરતાં પોલીસે આ બંને જણાની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં નકલી નોટોના આ રેકેટનો રેલો પૂણે પહોંચ્યો હતો. આથી પોલીસે પૂણેમાં રહેતા ધાનેરાના યુસુફભાઇ સૈફુદ્દીન અમ્પાનવાલા અને તેમના દીકરા બુરહાનુદિન યુસુફભાઇ અમ્પાનવાલાની અટકાયત કરી હતી. જેમની પૂછપરછમાં આ બનાવટી ભારતીય ચલણી નોટો પૂણેમાં યુસુફભાઇ સૈફુદીન અમ્પાનવાલાનો દીકરો બુરહાનુદીન યુસુફભાઇ અમ્પાનવાલા તેના રહેણાંક ઘરમાં કલર પ્રિન્ટર મશીન તથા નોટો છાપવાની સાધન સામગ્રી રાખી છાપતો, જે નોટો અને કલર પ્રિન્ટર મશીન તથા નોટો છાપવાની સાધન સામગ્રી ધાનેરા લાવ્યો હતો અને અહીં બનાવટી નોટો છાપી તેનો સાચા તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો. પોલીસે ધાનેરા વ્હોરવાસમાં યુસુફભાઇ વ્હોરાના ઘરેથી બનાવટી ચલણી નોટો તથા સાધન સામગ્રી કબજે કરી હતી.
રૂ.2000ની બનાવટી નોટો તૈયાર કરી ચલણમાં મૂકે તે પહેલાં જ ભાંડો ફૂટી ગયો
રૂ.200ની બનાવટી નોટો બાદ રૂ.2 હજારની બનાવટી નોટો તૈયાર કરી ચલણમાં મૂકે તે પહેલાં જ ચારે આરોપીને દબોચી લીધા હતા. રૂ.2000ની છાપવા માટે બે ટ્રેસીંગ પેપર જેના એક ભાગમાં 2000 અને ગાંધીજીનો ફોટા જણાય છે. તેમજ 5 પેપરશીટો જેના એક ભાગે રૂ.2000ના દરની બનાવટી ચલણી નોટોનો આગળનો સિરીઝ નં. 0CG 565585, સિરીઝ નં.3KB 593155 અને સિરીઝ નં.1CL 420778 હતો. જે તમામ પોલીસે જપ્ત કરી છે.
આ ચાર આરોપી ઝડપાયા
1.જિજ્ઞેશ છગનલાલ ઠક્કર
2.યુસુફ સૈફુદીન અમ્પાનવાલા
3.હસન મકબુલહુસેન વોરા
4.બુરહાનુદ્દીન યુસુફભાઇ અમ્પાનવાલા
અગાઉ સ્ક્રીન પ્રિન્ટીંગના સાધનોનો ઉપયોગ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા
ઠગોએ પહેલાં સ્ક્રીન પ્રિન્ટીંગના સાધનોનો ઉપયોગ કર્યો હતો.પરંતુ તેમાં સફળતા ન મળતાં કલર પ્રિન્ટર પર હાથ અજમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રેન્જ આઇજી ડી.બી.વાઘેલા અને એસપી પ્રદિપ શેજુળના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ પી.એલ.વાઘેલા, પીએસઆઇ એ.એ.ચૌધરી તથા સ્ટાફના મોહનસિંહ, પ્રવિણચંદ્ર, પ્રવિણસિંહ, નરેશભાઇ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, દિલીપસિંહ વિગેરે આ તપાસમાં જોડાયા હતા.
કલર પ્રિન્ટર દ્વારા અસલ ચલણી નોટોની ફોટો કોપી કરી બનાવટી ચલણી નોટો તૈયાર કરતા
કલર પ્રિન્ટર દ્વારા અસલ ચલણી નોટોની ફોટો કોપી કરાવી આ જ પ્રકારની નોટો કોટન પેપર પર છાપી અને નોટોની આગળ પાછળ સિનેટ્રીકલ ડિઝાઇન કરી કલર પ્રિન્ટર દ્વારા છાપી બનાવટી નોટો તૈયાર કરતા હતા.
સિક્યુરિટી ફ્યુચર્સની કોપી કરવા ગ્રીન ગીલ્ટર પેપરનો ઉપયોગ કરતા હતા આ ષડયંત્રકારો
બનાવટી નોટો તૈયાર કર્યા બાદ તેને ઓરીજનલ જેવો આકાર આપવા ગીલ્ટર પેપરનો ઉપયોગ કરી અસલ નોટોના સિક્યુરિટી ફ્યુચર્સની કોપી કરવા ગ્રીન કલરની ચમક આપી ઓરીજનલ જેવી બનાવવાનો પ્રયાસ કરતા હતા.
200ના દરની આ સિરીઝની બનાવટી નોટો જપ્ત
પોલીસે જપ્ત કરેલી બનાવટી ભારતીય ચલણી નોટોની સિરીઝ
સીરીઝ નં.1KW 016096ની 71 નોટો રૂ.14,200
સિરીઝ નં.1KW 016098ની 47 નોટો રૂ.9,400
સિરીઝ નં.1KW 016099ની 62 નોટો રૂ.12,400
સિરીઝ નં.6HN 127904ની 2 નોટો રૂ.400
સિરીઝ નં.4BP 918636ની 1 નોટ રૂ.200
સિરીઝ નં.1KW 016096ની 25 નોટો રૂ.5000
સિરીઝ નં.1KW 016098ની 25 નોટો રૂ.5000
સિરીઝ નં.1KW 016099ની 25 નોટો રૂ.5000
કેનોન કલર પ્રિન્ટર રૂ.15 હજાર
સ્ક્રીન પ્રિન્ટીંગ બોર્ડ રૂ.500
પેપર કટિંગ મેટ
પેપરશીટના 4 પેકેટ રૂ.2 હજાર
રૂ.200ના દરની 3 અસલ નોટો રૂ.600
રૂ.50ના દરની 3 અસલ નોટો રૂ.150

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here