ધાનેરા : ચાર દિવસમાં સગીરા નહીં મળે તો ધરણાં કરવાની પોલીસને ચીમકી

0
27

ધાનેરાઃ ધાખા ગામે એક સગીરાને ભગાડી જનાર માજીરાણા સમાજના યુવક સામે 20 જુલાઇના રોજ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરવા છતાં હજુ સગીરાના કોઇ સમાચાર ના મળતાં રવિવારે પંચાલ સમાજ ઉગ્ર રજુઆત સાથે ધાનેરા પોલીસ ચોકીએ દોડી આવી યુવતીને શોધી માતા-પિતાને સોંપાય તેવી રજૂઆત કરાઈ હતી.

ધાનેરાના ધાખા ગામે 14 જુલાઇના રોજ પંચાલ સમાજની સગીરાને ધાખા ગામનો જ માજીરાણા સમાજનો યુવક ભાગડી ગયો હોવાની ફરિયાદ યુવતીના પિતાએ ધાનેરા પોલીસ મથકે 20 જુલાઇના રોજ નોંધાવી હતી. આઠ દિવસ વિતવા આવ્યા હોવા છતાં સગીરાના કોઇ સમાચાર ના મળતા રવિવારે ગુજરાતભરમાંથી પંચાલ સમાજના આગેવાનો ધાનેરા પોલીસ મથકે આવી પહોંચ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા ઇન્ચાર્જ પીઆઈ વિજયભાઈ પ્રજાપતિ સમક્ષ ઉગ્ર રજુઆત સાથે સમાજના આગેવાનોએ ચાર દિવસ દરમિયાન સગીરાને પોલીસ શોધી નહીં લાવે તો ધરણાંની ચીમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here