ક્રિસ ઇવાન્સ સાથે ‘ધ ગ્રે મેન’માં ધનુષ દેખાશે, આ ધનુષની બીજી હોલિવૂડ ફિલ્મ હશે

0
16

‘એવેન્જર્સ એન્ડગેમ’ ફેમ ડિરેક્ટર રુસો બ્રધર્સની અપકમિંગ સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધ ગ્રે મેન’માં સાઉથ ઇન્ડિયન એક્ટર ધનુષની એન્ટ્રી થઇ ગઈ છે. આ બિગ બજેટ ફિલ્મમાં ધનુષ ‘કેપ્ટન અમેરિકા’ નામથી ફેમસ એક્ટર ક્રિસ ઇવાન્સ સાથે દેખાશે.

ક્રિસ ઇવાન્સ સિવાય એક્ટર રયાન ગોસ્લિંગ અને એક્ટ્રેસ એના ડે પણ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સામેલ છે. આ ફિલ્મમાં ધનુષની એન્ટ્રીનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઇ ગયું છે. ધનુષ સિવાય જેસિકા હેનવિક, વેગનર મોરા અને જુલિયા બટર્સ પણ કાસ્ટમાં સામેલ છે.

ધનુષની બીજી હોલિવૂડ ફિલ્મ…
‘ધ ગ્રે મેન’ ધનુષની બીજી હોલિવૂડ ફિલ્મ હશે. આ પહેલાં ધનુષ 2018માં રિલીઝ થયેલી ક્રિટિકલી એક્લેમ્ડ ફિલ્મ ‘ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી જર્ની ઓફ ફકીર’માં લીડ રોલમાં હતો. આ ફિલ્મને કેન સ્કોટે ડિરેક્ટ કરી હતી. ભારતમાં આ ફિલ્મ 21 જૂન, 2019ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ રોમેન પ્યુર્ટોલાસની નોવેલ ‘ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી જર્ની ઓફ ધ ફકીર’ પર આધારિત છે.

‘ધ ગ્રે મેન’ અંદાજે 1500 કરોડના બજેટમાં બનશે…
રિપોર્ટ અનુસાર સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધ ગ્રે મેન’ અંદાજે 1500 કરોડ રૂપિયા (200 મિલિયન યુએસ ડોલર)ના મોટા બજેટમાં બની રહી છે. આ ફિલ્મ 2009માં આવેલી માર્ક ગ્રેનની નોવેલ ‘ધ ગ્રે મેન’ પર આધારિત છે. આ ફિલ્મ એક કિલર અને પૂર્વ CIA ઓપરેટિવ કોર્ટ જેન્ટ્રિની આસપાસ ફરે છે.

ધનુષનો રોલ હજુ ફિલ્મમાં જાહેર નથી થયો…
ધનુષ, એના અને અન્ય સપોર્ટિંગ કાસ્ટનો ફિલ્મમાં કયો રોલ હશે તે હજુ જાહેર થયું નથી. એન્થોની રુસો અને જોઈ રુસો તેમના બેનર હેઠળ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ જોઈ રુસોએ ‘એવેન્જર્સ એન્ડગેમ’ના સ્ક્રીન રાઇટર ક્રિસ્ટોફર માર્કસ અને સ્ટીફન મેકફિલી સાથે મળીને લખી છે. રિપોર્ટ અનુસાર, મેકર્સ જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ લોસ એન્જલસમાં શરૂ કરશે. જ્યારે શૂટિંગ માટે ઇન્ટરનેશનલ લોકેશન મેકર્સે હજુ ફાઇનલ નથી કર્યા.

‘અતરંગી રે’થી ધનુષનું બોલિવૂડમાં કમબેક…
ધનુષના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ‘અતરંગી રે’થી તે બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. ધનુષ આ ફિલ્મમાં સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે છે. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર આનંદ એલ રાય છે. ફિલ્મ આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. સાઉથમાં સફળ કરિયર બાદ ધનુષે 2013માં સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘રાંઝણા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here