કોંગ્રેસના સ્ટીંગ ઓપરેશન પર ધારીના ભાજપના ઉમેદવાર કાકડિયાએ કહ્યું……

0
9

આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કથિત વીડિયો જાહેર કર્યો છે. કોંગ્રેસના આ સ્ટીંગ ઓપરેશન પર ધારી પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું હતું કે, રૂપિયા લઈને વહેંચાયા નથી અને એવા સોદા કરવા પણ માગતા નથી. પેટાચૂંટણીમાં ગુજરાતની આઠે આઠ બેઠક જ કોંગ્રેસ પાસેથી જાય છે એટલે આવા આક્ષેપો કરે છે. લોકોના કામો કરવા માટે રાષ્ટ્રહિતની પાર્ટીમાં જોડાયો છું.

ગુજરાતની આઠે આઠ સીટ કોંગ્રેસ પાસેથી જાય છેઃ કાકડિયા

જે.વી. કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે વીડિયો જાહેર કર્યો છે કારણ કે તે હારી જવાની તૈયારીમાં છે. આઠે આઠ સીટ કોંગ્રેસ પાસેથી જાય છે એટલે રઘાવાયા થયા છે. આથી ગમે તેવા આક્ષેપો કરી રહ્યા છે. આવા ખોટા આક્ષેપો ન કરે અને જે હોય તે ખેલદિલીથી ચૂંટણી લડે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત પાસે જો મેં પૈસા માગ્યાનું પ્રૂફ હોય તો હું કાયમી રાજકારણ છોડી દેવા તૈયાર છું.

કોઈ આક્ષેપો પૂરવાર કરી દે તો કાયમી રાજકારણ છોડી દઉં: કાકડિયા

કાકડિયાએ જણાવ્યું હતું કે, મારી પર થયેલા આક્ષેપો જો કોઈ પૂરવાર કરી દે તો હું કાયમી ધોરણે રાજકારણ છોડી દેવા તૈયાર છું. આક્ષેપો પાયાવિહોણા છે અને કોઈ પણ ઉપર આક્ષેપો કરતા પહેલા વિચારવું જોઈએ કે કોના પર આક્ષેપો કરી રહ્યા છીએ. હલકી કક્ષાનું રાજકારણ કરવાની જરૂર નથી. ખેલદીલીથી રાજકારણ તો લોકો તમને મત આપશે. ધારી-બગસરાનું નાનામાં નાનું ગામ હોય ત્યાં મને લોકોએ સ્વીકાર્યો છે અને મને જીતાડવાના છે. ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના આક્ષેપો વાહિયાત છે. લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here