Wednesday, January 19, 2022
Homeગુજરાતવલસાડ એબીવીપીએ યોજેલી ફ્રેશર પાર્ટીમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા

વલસાડ એબીવીપીએ યોજેલી ફ્રેશર પાર્ટીમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા

વલસાડ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. છતાં વલસાડ એબીવીપી દ્વારા તિથલ રોડ પર આવેલી કોલેજમાં રાખવામાં આવેલી ફ્રેશર પાર્ટીમાં કોલેજના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉમટી પડતા કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતા.

એબીવીપી દ્વારા આયોજીત પાર્ટીમાં 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા
એબીવીપી દ્વારા આયોજીત પાર્ટીમાં 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા

 

જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ હોવાના પગલે શાળાઓમાં ઑફલાઇન અને ઓનલાઈન ભણાવવામાં આવે છે. ત્યારે વલસાડના તિથલ રોડ પર આવેલી કોલેજના કેમ્પસમાં આવેલા સાંસ્કૃતિક હોલમાં એબીવીપી દ્વારા ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રેશર પાર્ટીમાં 2000થી પણ વધુ કોલેજના વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ ન રાખી તેમજ માસ્ક પહેર્યા વગર ઉમટી પડ્યા હતા. તેમજ ખુલ્લેઆમ ગરબે રમતા તેમજ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેમાં સરેઆમ કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ગરબે રમતા-ડાન્સ કરતા જોવા મળ્યા
વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ગરબે રમતા-ડાન્સ કરતા જોવા મળ્યા

સમગ્ર વિશ્વની સાથે ભારત દેશમાં કોરોના વાયરસ અને ઓમિક્રોનનો ખતરો તોળાઈ રહ્યો છે. વલસાડમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસના દર્દીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સરકાર અને આરોગ્ય વિભાગ, વહીવટી વિભાગ દ્વારા સાવચેતી રાખવા માટે અનેકવાર અપીલ કરવામાં આવી છે. તેમ છતાં વલસાડ જિલ્લો કોરોનામુક્ત થઈ ગયો હોય તેવી રીતે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જેના કારણે વલસાડ જિલ્લામાં કોરોના મહામારી ધીરે ધીરે વધી રહી છે. એવામાં એબીવીપી દ્વારા રાખવામાં આવેલી ફ્રેશર પાર્ટીમાં કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા ઉડતાં વલસાડ જિલ્લા કલેક્ટર તેમજ આરોગ્ય વિભાગ કોલેજમાં રાખવામાં આવેલી ફ્રેશર પાર્ટીનું આયોજન કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular